લારી પર ગુજરાતી ભોજન વેચે છે 75 વર્ષની દાદી, 85 વાર લોકો જોઇ ચૂક્યા છે Video

ભાવેશ રાજ પોતાની દાદી સાથે એક લારી લગાવે છે, જ્યાં ગુજરાતી ફૂડ મળે છે. દાદી પોતાના હાથે જ જલેબી-ફાફડા બનાવે છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

લારી પર ગુજરાતી ભોજન વેચે છે 75 વર્ષની દાદી, 85 વાર લોકો જોઇ ચૂક્યા છે Video

નાગપુર: ભલે ઉંમર ગમે તેટલી ન થઇ જાય, પરંતુ મહેનત કરીને બે ટંકની રોટલી ખાવામાં આવે તે અલગ પ્રકારનો સુકૂન મળે છે. કંઇક આવું જ ઇંસ્ટાગ્રામ પર વાયરલ થનાર વીડિયોમાં જોવા મળ્યું. નાગપુરમાં 75 વર્ષની દાદીએ આવો જ કારનામો કરી બતાવ્યો. જે ખૂબ લોકો વિચારી શકે છે. ભાવેશ રાજ પોતાની દાદી સાથે એક લારી લગાવે છે, જ્યાં ગુજરાતી ફૂડ મળે છે. દાદી પોતાના હાથે જ જલેબી-ફાફડા બનાવે છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

નાગપુરની દાદીના હાથમાં જાદૂ
નાગપુર ફૂડી (@nagpurfoodie) નામના ઇંસ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે 75 વર્ષીય દાદી મા ફાફડા વણીને તેલથી ભરેલી ગરમ કઢાઇમાં નાખે છે. તેમની માસૂમિયત જોઇને ગમે તેનું દીલ પીગળી જાય. ઇંસ્ટાગ્રામ પેજએ પોતાની કેપ્શનમાં લખ્યું કે '75 વર્ષીય દાદી એકદમ મહેનતી છે અને તેમનો પુત્ર ભાવે રાજ પણ પોતાની દાદીને સપોર્ટ કરે છે. દાદી અને પૌત્રની જોડીએ નાગપુરમાં શાનદાર ગુજરાતી ડિશ પીરસવા માટે જાણિતા છે. શહેરમાં ખાવા માટે પોકેટ ફ્રેંડલી પણ છે. તમા આઇટમ 20 રૂપિયા પ્લેટ છે.  

વીડિયો જોઇ ઇમોશનલ થઇ ગયા લોકો
નાગપુરમાં રામાનુજ ફાફડાવાલાની દુકાન ધરાસ્કર રોડ પર રૂપમ કલેક્શનની સામે છે. આ વીડિયોને જોયા બાદ નેટિજેન્સ કોમેન્ટર કરી રહ્યા છે. એક યૂઝરે આ વીડિયો પર લખ્યું કે 'હું ઇમોશનલ થઇ ગયો. યાર રડવું આવી ગયું જોઇને.. 'તો અન્ય એક યૂઝરે લખ્યું, 'યાર આ લોકો પાસે કામ ઓછું કરાવો, તે પણ આ બધુ કામ... તેમની ઉંમર કામ કરવાની નથી યાર...'આ વીડિયોને 5 લાખ લોકોએ લાઇક કર્યો છે જ્યારે 85 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news