નવી દિલ્હી: શું તમને ખબર છે કે કોઈ પણ દોષિતને ફાંસી આપતા પહેલા જેલર એક દોડ લગાવે છે. ફાંસી આપતા પહેલા જેલર દોડીને પોતાની ઓફિસ સુધી જાય છે. નિર્ભયા રેપ કેસ (Nirbhaya Rape Case) ના દોષિતોને જ્યારે  ફાંસી પર લટકાવવામાં આવશે ત્યારે પણ કઈંક આવું જ થતું જોવા મળશે. પરંતુ આ ફાંસી ક્યારે અપાશે? કોઈને  ખબર નથી. જો કે જાણકારો માને છે કે ચારેય દોષિતોને 2020ની શરૂઆતમાં જ ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્મલા સીતારમણ ભડક્યાં, રાહુલ ગાંધીના 'રેપ ઈન ઈન્ડિયા' વાળા નિવેદન પર કહ્યું-આ શોભનીય નથી


હકીકતમાં એક દોષિત અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન આપી છે જેના પર 17 ડિસેમ્બરના રોજ સુનાવણી થવાની છે. તેના અગાઉના દિવસે પટિયાલા હાઉસ  કોર્ટ ચારેય દોષિતોને ફાંસી આપવાની પ્રક્રિયા જાણશે. જો ચારેય દોષિતો મર્સી પીટિશન ન આપવાનો દાવો કરે તો પટિયાલા હાઉસ કોર્ટ તેમને નોટિસ આપીને 7 દિવસનો સમય આપી શકે છે કે જો તેઓ સાત દિવસમાં પોતાના કાનૂની વિકલ્પનો ઉપયોગ ન કરે તો કોર્ટ ચારેયને ફાંસી આપવા માટે બ્લેક વોરન્ટ બહાર પાડી શકે છે. ત્યારબાદ 14 દિવસની અંદર ચારેયને ફાંસી આપવામાં આવશે. ફાંસી ચારેયને એક સાથે આપવામાં આવશે જેના માટે તિહાડ પ્રશાસને તૈયારીઓ પણ શરૂ કરી દીધું છે. 


આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 'દિશા' બિલ પાસ, દુષ્કર્મીઓને 21 દિવસમાં થશે સજા


જેલ સુપ્રીટેન્ડેન્ટ ફાંસી પહેલા દોડીને કેમ જાય છે ઓફિસ?
બ્લેક વોરન્ટ બહાર પડ્યા બાદ કોર્ટ દ્વારા નિર્ધારીત તારીખ અને સમય પર ચારેયને ફાંસી આપવામાં આવશે. પરંતુ ફાંસી આપતા પહેલા જેલ સુપ્રીટેન્ડેન્ટ એકવાર દોડીને એ જોવા માટે પોતાની ઓફિસ જાય છે કે ક્યાંક ફાંસી રોકવા માટે કોઈ ઓર્ડર તો આવ્યો નથી. જો કોઈ ઓર્ડર ન આવ્યો હોય તો નિર્ધારીત સમય પર ફાંસી આપી દેવાય છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....