નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર પહેલા કરતા વધુ ખતરનાક છે. જેનું એક કારણ એ પણ છે કે વાયરસ આરટીપીસીઆર અને એન્ટીજન કિટને દગો કરી રહ્યો છે. એટલે કે કોરોના પોઝિટિવ હોવા છતાં વ્યક્તિનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. આ કારણે સંક્રમણને નિયંત્રિત કરવું વધુ મુશ્કેલ થઈ ગયું છે. હોસ્પિટલોમાંથી દરરોજ આવા કેસ સામે આવી રહ્યા છે જ્યાં ગંભીર લક્ષણોવાળા દર્દીઓના રિપોર્ટ પણ નેગેટિવ આવી રહ્યા છે. કેટલાક કેસમાં તો બે-ત્રણવાર ટેસ્ટ થવા છતાં યોગ્ય પરિણામ મળતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં અનેક દર્દીઓ મળ્યા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડાઈરેક્ટર ડોક્ટર આશીષ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અમને એવા અનેક દર્દીઓ મળ્યા છે જેમને તાવ, ઉધરસ, શ્વાસ ચડવા જેવી સમસ્યા હતી અને તેમના સીટી સ્કેનમાં પણ હળવા રંગીન કે ગ્રે પેચ હતા. જે સીધી રીતે કોરોના સંક્રમિત હોવાની નિશાની છે. પરંતુ આમ છતાં તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા. 


Bronchoalveolar Lavage કારગર રહ્યું
ડોક્ટર ચૌધરીએ જણાવ્યું કે કેટલાક દર્દીઓને બ્રોન્કોએલેવલર લેવેજ ( Bronchoalveolar Lavage )થી પસાર કરવામાં આવ્યા જે એક નિદાન કરવાની પદ્ધતિ છે. જેમાં એક નળીના માધ્યમથી મોઢા કે નાકની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં કોરોનાના લક્ષણોવાળા દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા. એવા દર્દીઓ કે જેમના અગાઉ આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેનાથી જાણવા મળે છે કે નવો કોરોના વાયરસ પરંપરાગત ટેસ્ટ સાધનોને થાપ આપવામાં સક્ષમ છે. 


આ હોઈ શકે કારણ
જેના કારણ પર પ્રકાશ ફેંકતા ડોક્ટર પ્રતિભા કાળેએ જણાવ્યું કે 'શક્ય છે કે વાયરસ એવા દર્દીઓના ગળા કે નાકમાં નહતો, આથી જ્યારે નમૂના લેવામાં આવ્યા તો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ ન આવ્યો.' તેમણે કહ્યું કે વાયરસે પોતાને ACE Receptors સાથે જોડી લીધો હતો. જે ફેફસાની કોશિકાઓમાં મળી આવતું એક પ્રકારનું પ્રોટીન હોય છે. આથી જ્યારે Bronchoalveolar Lavage માં ફેફસાથી ફ્લૂઈડ સેમ્પલ લેવામાં આવ્યા તો તેમા કોવિડ મળી આવ્યો. 


15-30% દર્દીઓ પ્રભાવિત
મેક્સ હેલ્થકેરમાં પલ્મોનોલોજી ડિવિઝનના ચીફ ડોક્ટર વિવેક નાગિયાએ કહ્યું કે 15-30 ટકા કોરોના દર્દીઓ આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. કોરોનાના લક્ષણો હોવા છતાં તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે. આ એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કારણ કે આવા દર્દીઓ સતત વાયરસ ફેલાવાનું કામ કરી શકે છે. જો તેમને નોન કોવિડ એરિયામાં દાખલ કરાય તો તેઓ બીજા સામાન્ય દર્દીને પણ સંક્રમિત કરી શકે છે. 


બદલાઈ ગયું છે કોરોનાનું સ્વરૂપ
આ બાજુ ગંગારામ હોસ્પિટલના ચેસ્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર અરૂપ બાસુએ જણાવ્યું કે આ વખતે કોરોના દર્દીઓમાં નાક ગળવાની અને શરદી જેવી સમસ્યા પણ જોવા મળી રહી છે જે પહેલા નહતી. અનેક દર્દીઓએ ઉધરસ કે શ્વાસ ચડવાની ફરિયાદ કરી નથી અને તેમના સીટી સ્કેન રિપોર્ટ પણ સામાન્ય છે. પરંતુ તેમને અનેક દિવસ સુધી તાવ રહે છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. 


Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો


Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube