ઝી મીડિયા/બ્યૂરો :ગુડ ફ્રાઈડે (Good Friday) પર નેશનલ હોલિડે હોવાને કારણે તમે એમ જ વિચારતા હશો કે અન્ય તહેવારોની જેમ આ તહેવારમાં પણ ખુશી ઉજવવી જોઈએ. પરંતુ જાણતા અજાણતા તમે કોઈ ક્રિશ્ચિયન મિત્રને Happy Good Fridayને મેસેજ મોકલી ન દેતા. કારણ કે, આ મેસેજ તેની ધાર્મિક લાગણીને દુભાવી શકે છે. શું તમને ખબર છે કે, ક્રિશ્ચિયનો દ્વારા ઉજવવામાં આવતા Moundy Thursday અને Good Friday માં ખુશી જેવી કોઈ વાત નથી હોતી. પરંતુ ખ્રિસ્તી સમાજ દ્વારા ઉજવવામાં આવતુ ખાસ વિક છે. 


2 વર્ષની કોમળ ફૂલ જેવી દીકરીને સાથે રાખીને કોરોનામાં ડ્યુટી કરે છે મહિલા કોન્સ્ટેબલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં આવેલ ચર્ચના પ્રવક્તા ફાધર સવરીરાજ ઓગસ્ટીનનું કહેવુ છે કે, મોન્ડી થર્સડે (Moundy Thursday) થી લઈને રવિવારે ઈસ્ટર (Easter) સુધીના દિવસે ખ્રિસ્તી ધર્મમાં માનનારાઓ માટે એક પવિત્ર સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. રવિવારને છોડીને બાકીનો કોઈ પણ દિવસ ખુશીનો દિવસ હોતો નથી. જો તમે કોઈ ખ્રિસ્તીને આ ખાસ દિવસની શુભેચ્છા આપવા માંગો છો તો આ ખાસ દિવસો વિશે જાણી લેવું, નહિ તો અનર્થ થઈ શકે છે. 


અમદાવાદના સોની પરિવારે લોકડાઉનમાં જે કામ કર્યું તેવુ તમે પણ કરી શકો છો 


શું હોય છે Moundy Thursday?
ક્રિશ્ચિયન માન્યતા અનુસાર, Moundy Thursday નો દિવસ બહુ જ ખાસ હોય છે. આ દિવસે ઈસુ મસીહએ પોતાના તમામ શિષ્યોના પગ ધોયા હતા અને તેઓને એકબીજા સાથે પ્રેમભાવ રાખવાનું કહ્યું હતું, જેવી રીતે તેઓ કરે છે. ભગવાન ઈસુ ખ્રિસ્તના આ શબ્દોને કારણે જ ગુડ ફ્રાઈડેના એક દિવસ પહેલા આ દિવસ ઉજવવામાં આવે છે. ધર્મગુરુ ચર્ચના 12 સદસ્યોના પગ ધોવાનું કામ કરે છે. આ એક ખુશીનો સમય એટલા માટે નથી હોતો, કારણ કે બીજા દિવસે ગુડ ફ્રાઈડે હોય છે. 


સુરતમાં 68 વર્ષના હસનચાચાનો રિપોર્ટ પોઝિટિવ, 8 વર્ષના બાળકમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો


કેમ ન બોલવું Happy Good Friday?
ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર, Good Friday ના દિવસે જ પ્રભુ ઈસુને ક્રોસ પર વધાવી દેવાયા હતા અને તેમનુ મોત નિપજ્યું હતું. કેટલાક લોકો માટે આ પ્રશ્ન હંમેશા થાય છે કે, જો આ દિવસે ભગવાનનું મોત નિપજ્યું હતું તો તેને ગુડ ફ્રાઈડે કેમ કહેવામાં આવે છે. દિલ્હીના એક મોટા ચર્ચના પાદરીનું કહેવુ છે કે, આ દિવસે ઈસુએ દુનિયાના પાપોની ક્ષમા માટે પોતાનો જીવ આપ્યો હતો. મનુષ્યોને તેમના આ પ્રેમ અને બલિદાનને જોઈને આ દિવસને ગુડ ફ્રાઈડનું નામ આપવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાનના મૃત્યુને યાદ કરીને પ્રાર્થના કરે છે. આ એક દુખનો દિવસ હોય છે. આ દિવસે કોઈને પણ હેપ્પી ગુડ ફ્રાઈડે કહેવાથી બચવુ જોઈએ. 


શનિવાર અને રવિવારે હશે ઈસ્ટર
ક્રિશ્ચિયન માન્યતા અનુસાર, મોન્ડી થર્સડે, ફ્રાઈડે અને શનિવારના દિવસે ઉપવાસ અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે. શનિવારે રાત્રે ઈસ્ટર વિજિલ હોય છે, જેમાં સમુદાયના તમામ લોકો એકઠા થઈને પ્રભુ ઈસુને ફરીથી જીવંત થવા માટે ઉત્સવ ઉજવે છે. રવિવારે ઈસ્ટર સન્ડે ઉજવવામાં આવે છે. જેમાં ક્રિશ્ચિયન પોતાના ભગવાનને ફરીથી જીવંત થવા ખુશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર