Dr. Manmohan Singh Dies: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને ગુરુવારે સાંજે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ કર્ણાટકના બેલાગવીથી પરત ફરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને લોકો પોતાની રીતે ડો. મનમોહન સિંહને યાદ કરી રહ્યા છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે લોકસભા ગૃહમાં કવિતાની બે લાઈન શાયરી વાંચી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડૉ.મનમોહન સિંહે કઈ કવિતા વાંચી?
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે લોકસભા ગૃહમાં શાયરીની બે લાઈનો વાંચી. તેમણે તેમના ભાષણમાં જે બે લાઈનનો વાંચી તે કંઈક આવી હતી કે, માના કી તેરી દીદ કે કાબિલ નહીં હૂં મૈં... આટલું બોલતાની સાથે જ ગૃહના તમામ સાંસદો હસી પડ્યા. આ વીડિયોમાં પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ પણ હસી પડ્યા હતા.


ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર



તેમણે આ લાઈનની પછી બીજી લાઈનમાં વાંચી હતી. આગળ ડો. મનમોહન સિંહે કહ્યું કે, "માના કી તેરી દીદ કે કાબિલ નહીં હૂં મૈં, તૂ મેરા શૌક તો દેખ, મેરા ઈન્તઝાર દેખ." તેમણે આ લાઇન પૂરી કરતા જ લોકસભામાં હાજર સાંસદોએ તાળીઓના ગડગડાટથી ગૃહ ગુંજી ઉઠ્યું હતું 


વીડિયો પર લોકોએ કેવી આપી પ્રતિક્રિયા?
હાલ સોશિયલ મીડિયા પર ડો. મનમોહન સિંહના ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને @Archit_2404એ X પર શેર કર્યો અને કેપ્શન લખ્યું કે, "ભારત એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને આર્થિક સુધારાના નિર્માતા ડો. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરું છું - તેમનો વારસો સદૈવ જીવંત રહેશે." આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, "તમને શ્રદ્ધાંજલિ અને તેમનો વારસો યુગો સુધી મહેસૂસ કરવામાં આવે."