અયોધ્યા: સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નક્શો ફાડવાના મામલે શ્રી રામ જન્મભૂમિ ન્યાસ (Shri Ram Janmabhoomi Nyas)ના વરિષ્ઠ સભ્ય ડો. રામ વિલાસ વેદાંતી (Dr. Ram Vilas Vedanti) હવે મુસ્લિમ પક્ષકારના વકિલ રાજીવ ધવન (Rajiv Dhawan)ની સામે કેસ નોંધાવશે નહીં. રામ વિલાસ વેદાંતીનું કહેવું છે કે, રાજીવ ધવનની સામે કેસ કરવાથી અયોધ્યા વિવાદમાં નિર્ણય પ્રભાવિત થઇ શકે છે. તેમની સામે કેસ ચુકાદો આવ્યા બાદ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 18 નવેમ્બરથી 24 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવી શકે છે સંસદનું શિયાળુ સત્ર


રામ વિલાસ વેદાંતીએ કહ્યું કે, રાજીવ ધવને માત્ર કોર્ટનું જ અપમાન કર્યું નથી, બંધારણનું પણ અપમાન કર્યું છે. ન્યાયનું અપમાન કર્યું છે. ન્યાયાધીશોનું અપમાન કર્યું છે. ન્યાયાધીશની વચ્ચે નક્શાના ચાર ટુકડા કરી ફેંકી દેવો તે ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. તેમણે કહ્યું કે, હું એફઆઇઆર નોંધાવીશ.


અયોધ્યા કેસ: ચુકાદો લખવામાં વ્યસ્ત CJI રંજન ગોગોઈએ કર્યો વિદેશ પ્રવાસ રદ


તેમણે કહ્યું કે, હું આ મામલે સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ સાથે વાત કરી, તેમણે કહ્યું કે તેનાથી અયોધ્યાનો મુદ્દો પ્રભાવિત થઇ શકે છે. કેમ કે, જજની સામે આ વર્તન કરવામાં આવ્યું તો જજને સ્વયં જ્ઞાન થવું જોઇએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ચુકાદો રામલલાના પક્ષમાં આવશે. જ્યારે ચુકાદો આવશે ત્યારે હું રાજીવ ધવનને જોઇશ.


આ પણ વાંચો:- પશુધન ગણતરી: મોદી રાજમાં વધી ગયોની સંખ્યા, 18 ટકાનો વધારો નોંધાયો


ખરેખર, અયોધ્યા કેસ (Ayodhya Case)ની 40 દિવસની સુનાવણી દરમિયાન બુધવારે મુસ્લિમ પક્ષના વકિલ રાજીવ ધવને ખુબ જ આપત્તિજનક વ્યવહાર કર્યો અને હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા નક્શાની કોપનીને ફાડી નાખી હતી. હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહએ વિવાદિત જગ્યા પર મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાલની એક પુસ્તક 'Ayodhya Revisited'નો સંદર્ભ આપ્યો. રાજીવ ધવને તેનો રેકોર્ડનો ભાગ ન ગણાવી વિરોધ કર્યો હતો.


અયોધ્યા કેસ: પાંચ જજ આજે કોઇ કેસ નહી લે, ચૂકાદો લખવા અંગે કરશે ચર્ચા


અયોધ્યા કેસ: તમામ પક્ષોની દલીલો પૂર્ણ, ચુકાદો સુરક્ષિત
અયોધ્યા કેસ (Ayodhya Case)માં 6 ઓગસ્ટથી ચાલી રહેલી નિયમિત સુનાવણી બધા પક્ષોની દલીલ પુરી થઇ ગઇ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂકાદા સુરક્ષિત રાખી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે 17 નવેમ્બર પહેલાં ચૂકાદો આવી શકે છે. આમ એટલા માટે કે કારણ કે 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ નિવૃત થવાના છે. તે આ કેસની સુનાવણી માટે રચવામાં આવેલી સંવિધાન પીઠના મુખ્ય છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...