પશુધન ગણતરી: મોદી રાજમાં વધી ગયોની સંખ્યા, 18 ટકાનો વધારો નોંધાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સરકારમાં ગાયોની સંખ્યામાં વધારો થયો છે. દેશના 6.6 લાખ ગામ અને 89 હજાર શહેરી વિસ્તારના વોર્ડમાં કરવામાં આવેલી પશુધન ગણતરી (Livestock Census 2019)ના આંકડા સરકારે જાહેર કર્યા છે
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સરકારમાં ગાયોની સંખ્યામાં વધારો થયો છે. દેશના 6.6 લાખ ગામ અને 89 હજાર શહેરી વિસ્તારના વોર્ડમાં કરવામાં આવેલી પશુધન ગણતરી (Livestock Census 2019)ના આંકડા સરકારે જાહેર કર્યા છે. તમને જણાવી દઇએ કે દેશમાં ગાયોની સંખ્યા કેટલી છે?
દેશમાં કુલ પશુધનની સંખ્યા 53.5 કરોડ છે, ગૌવંસ 19.2 કરોડ, ગાયની સંખ્યા 14.5 કરોડ, આખલો કે બળદ 4.7 કરોડ, ભેંસ 10.9 કરોડ, બકરી 14.8 કરોડ, ઘેટૂં 7.4 કરોડ, ભૂંડ 90 લાખ, ઘોડા 3.4 કરોડ, ઊંટ 2.5 લાખ, મરઘા-મરઘી 85 કરોડ, ખચ્ચર 84 હજાર અને ગધેડા 1.2 લાખ છે.
ગૌવંશ, ભેંસ, મરઘા-મરઘી ઘેટૂ અને બકરીઓની સંખ્યા વર્ષ 2012ની સંરખામણીએ વધી છે. જ્યારે ઘોડા, ગધેડા, ઊંટ, ભુંડની સંખ્યા ઘટી છે. તેમાંથી સૌથી વધારે ગધેડાની સંખ્યા ઘટી છે. 2012માં ગધેડાની સંખ્યા 3.2 લાખ હતી. જ્યારે તેની સરખામણીએ 61 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આખલો કે બળદની સંખ્યા પણ ઘટી છે. અગાઉની ગણતરીમાં 6.7 કરોડની સંખ્યા હતી. જો કે સ્થાનિક જાતિના ગોવંશ 15.1 કરોડ હતા જે હવે 14.2 કરોડ છે. દેશી ગાય હવે 9.8 કરોડ છે અને દેશી બળદ કે આખલો 4.3 કરોડ છે. જોવામાં આવ્યું છે કે, વિદેશી બ્રાન્ડના ગૌવંશ 3.9 કરોડથી વધીને 5 કરોડ થયા છે. જ્યારે તમામ જાતીની ગયોની સંખ્યા તો 18 ટકા વધી છે પરંતુ બળદ કે આખલાની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો થયો ચે. 2019ની પશુધન ગણતરીમાં 80 હજાર લોકોનો સ્ટાફ કામ પર લાગ્યા હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે