Corona દર્દીઓ માટે `ઓક્સિજન`નું કામ કરશે DRDO ની આ દવા, જાણો ક્યારે થશે લોન્ચ
ડીઆરડીઓ (DRDO) ના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે `કોવિડ 19 રોગીઓની સારવાર માટે 2-DG દવા દવાના 10,000 ડોઝનો પહેલો બેચ આગામી અઠવાડિયાની શરૂઆતમાં આવશે અને આ ડોઝ દર્દીઓ દર્દીઓને આપવામાં આવશે.
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીની બીજી લહેરથી જંગ લડી રહેલા ભારત હવે પહેલાના મુકાબલે વધુ મજબૂતીથી તેની સામે લડી શકશે. કોવિડ 19 દર્દીઓની સારવાર માટે ડીઆરડીઓ (DRDO) દ્વારા કરવામાં આવેલી નવી દવા 2-DG જલદી જ લોન્ચ થવા જઇ રહી છે. ટ્રાયલ્સમાં આ દવાએ કોવિડ વિરૂદ્ધ પ્રભાવી અસર જોવા મળી છે, જોકે આ કોવિડ દર્દીઓની સારવારમાં ગેમ ચેંજર સાબિત થઇ શકે છે.
ઓક્સિજન પર નિર્ભરતામાં લાવશે અછત
ડીઆરડીઓ (DRDO) ના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે 'કોવિડ 19 રોગીઓની સારવાર માટે 2-DG દવા દવાના 10,000 ડોઝનો પહેલો બેચ આગામી અઠવાડિયાની શરૂઆતમાં આવશે અને આ ડોઝ દર્દીઓ દર્દીઓને આપવામાં આવશે. આ દવા ના ફક્ત દર્દીઓને જલદી રિકવરી થવામાં મદદ કરશે, પરંતુ તેમની ઓક્સિજન પર નિર્ભરત પણ કામ કરે છે. પરિક્ષણોમાં જાણવા મળ્યું છે કે આ દવાના ઉપયોગ્થી દર્દીઓની ઓક્સિજન 3 દિવસ પહેલાં હટી ગઇ.
WHO ની ચેતાવણી: બાળકોને અત્યારે ન લગાવો કોરોના વેક્સીન, WHO એ અમીર દેશોને કરી અપીલ
ડીઆરડીઓના અધિકારીઓએ જણાવ્યું કે 'ડ્રગ મેન્યૂફેક્ચરિંરર આ દવાના ઉપયોગમાં તેજી લાવવા માટે પણ કામ કરી રહ્યા છે. આ દવાને ડીઆરડીઓ (DRDO) ના વૈજ્ઞાનિકોની એક ટીમ વિકસિત કરી છે, જેમાં ડો અનંત નારાયણ ભટ્ટ પણ સામેલ છે.
પીએમ કેયર્સ ફંડ વડે ખરીદવામાં આવશે ઓક્સીકેયર સિસ્ટમ
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડો. કે સુધાકરે ડીઆરડીઓ (DRDO) પરિસરની મુલાકાત લીધી અને 2-DG દવા વિશે જાણકારી લીધી. ત્યાં કહેવામાં આવ્યું કે PM-CARES ફંડમાંથી 322.5 કરોડ રૂપિયાના ખર્ચે ડીઆરડીઓ (DRDO) પાસેથી ઓક્સીકેર સિસ્ટમની 1.5 લાખ યૂનિટ ખરીદવામાં આવશે. ઓક્સિકેર સિસ્ટમ ઓક્સિજન ફ્લોના સતત માપને અને તેને મેન્યુઅલ એડજસ્ટ કરવાની જરૂરિયાતને ખતમ કરી દે છે. તેનાથી દર્દીઓ માટે પણ જોખમ ઓછું થઇ જાય છે અને હોસ્પિટલનો સ્ટાફ પણ ઓછો થઇ જાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનો રિપોર્ટ, દેશમાં અત્યાર સુધી 18 કરોડથી વધુ લોકોએ લીધી રસી
તમને જણાવી દઇએ કે એંટી-કોવિડ 19 ડ્રગ 2-ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ (2-ડીજી) દવાને ડીઆરડીઓ (DRDO) ની એક પ્રયોગશાળામાં ન્યૂકિલયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સ (આઇએનએમએએસ) એ હૈદ્રાબાદની ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ (DRL) ના સહયોગથી વિકસિત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube