સુધરી જજો! જો હવે આ ભૂલ કરી તો કપાશે 15 હજાર રૂપિયાનું ચલણ
Challan: ભારતમાં ટ્રાફિકના કડક નિયમો અમલમાં છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, જેમાં દંડથી લઈને જેલ સુધીની સજા થઈ શકે છે.
Drink And Drive Challan: ભારતમાં ટ્રાફિકના કડક નિયમો અમલમાં છે અને તેનું ચુસ્તપણે તેનુ પાલન કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, જેમાં દંડથી લઈને જેલ સુધીની આકરી સજા થઈ શકે છે. દેશમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને કડક નિયમ છે. પરંતુ, હજુ પણ ઘણા લોકો તેના પર ધ્યાન આપતા નથી. વ્યક્તિએ ડ્રિંક અને ડ્રાઇવ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે જોખમી છે અને તમે અકસ્માતનો શિકાર બની શકો છો.
જો તમે દારૂ પીને વાહન ચલાવો છો, તો હવેથી આવું ન કરો અને જો તમને ક્યારેય પણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે ચલણ આપવામા આવ્યું હોય, તો વધુ સાવચેત રહો કારણ કે હવે દંડ વધશે. 10,000 દંડ અને/અથવા 6 મહિનાની જેલ તમે પહેલીવાર દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતા પકડાવ તો પરંતુ જો તમે ફરીથી ડ્રાઇવિંગ કરતા પકડાવ તો 15,000 રૂપિયાના ચલણનો સામનો કરવો પડી શકે છે અને/અથવા 2 વર્ષની જેલ પણ થઈ શકે છે.
આ સિવાય લાયસન્સ વગર વાહન ચલાવવા પર પણ દંડની જોગવાઈ છે, જો તમે ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાઈ જાઓ તો 5000 રૂપિયાનું ચલણ કપાઈ શકે છે. બીજી બાજુ, વીમા વિના વાહન ચલાવવાના પરિણામે રૂ. 2,000નું ચલણ અને/અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે.
આ સિવાય સિગ્નલ જમ્પિંગ માટે રૂ. 1,000 થી રૂ. 5,000 અને હેલ્મેટ વિના બાઇક અથવા સ્કૂટર ચલાવવા માટે રૂ. 1,000નું ચલણ કપાઈ શકે છે. સીટ બેલ્ટ પહેર્યા વિના કાર ચલાવવા માટે 1000 રૂપિયાનું ચલણ પણ કપાઈ શકે છે.
આ પણ વાંચો:
વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : 8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું
Biparjoy Cyclone: બિપરજોય જ નહીં એશિયા પર જોખમ બની ભમી રહ્યા છે વધુ 2 વાવાઝોડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube