નવી દિલ્હીઃ સ્વતંત્રતાના 75મા વર્ષમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ભારત ગણરાજ્યના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચી દીધો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને મોટા અંતરથી પાછળ છોડતા જીત મેળવી છે. મત ગણનાના ત્રીજા રાઉન્ડમાં તેમણે જીત માટે જરૂરી બહુમતનો આંકડો પાર કરી લીધો હતો. આંકડાથી સ્પષ્ટ છે કે વિપક્ષના આશરે 17 સાંસદો સિવાય મોટી સંખ્યામાં ધારાસભ્યોએ દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદી બોલ્યા- ભારતે ઈતિહાસ રચી દીધો
જીત માટે જરૂરી મતનો આંકડો પાર કરતા મુર્મૂને લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા તેમના નિવાસ પર જઈને શુભેચ્છા આપી અને ટ્વીટ કરતા કહ્યું કે, 1.3 અબજ ભારતીય આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છે, ત્યારે પૂર્વી ભારતના એક અંતરિયાળ વિસ્તારમાં જન્મેલા આદિવાસી સમુદાયના ભારતના એક પુત્રી આપણા રાષ્ટ્રપતિ બન્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે ભારતે ઈતિહાસ રચી દીધો છે અને મુર્મૂનું જીવન એક પ્રેરણા છે. 


રાજ્યવાર યશવંત  સિન્હા અને દ્રૌપદી મુર્મૂને મળેલા મત
Draupadi Murmu Lifestyle: આવી છે દ્રૌપદી મુર્મૂની દિનચર્યા, ડિપ્રેશનમાંથી બહાર આવવા કર્યું હતું આ કામ


નેપાળના પ્રધાનમંત્રીએ દ્રૌપદી મુર્મૂને આપી શુભેચ્છા
દ્રૌપદી મુર્મૂની જીત પર નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કર્યુ- મને વિશ્વાસ છે કે નેપાળ અને ભારત વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધ આવનારા દિવસોમાં નવી ઉંચાઈને જોશે. ધર્મગુરૂ દલાઈ લામાએ પણ મુર્મૂને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, તમે એવા સમયમાં ઉંચા પદને સંભાળી રહ્યાં છે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતના મહત્વ વિશે વધુ જાગરૂકતા આવી છે. 


આ પણ વાંચોઃ દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતતા બન્યા આ પાંચ રેકોર્ડ, ભારતને મળ્યા સૌથી યુવા રાષ્ટ્રપતિ


આ પણ વાંચોઃ Draupadi Murmu: કોલેજમાં શ્યામ સાથે પ્રેમ, દહેજમાં ગાય અને બળદ મળ્યા, વાંચો દ્રૌપદી મુર્મુની પ્રેમકથા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube