દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતતા બન્યા આ પાંચ રેકોર્ડ, ભારતને મળ્યા સૌથી યુવા રાષ્ટ્રપતિ
Presidential Election 2022 Reslut: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતની સાથે દ્રૌપદી મુર્મૂના નામે પાંચ રેકોર્ડ નોંધાયા છે. તે દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. તો દ્રૌપદી મુર્મૂ પ્રથમ આદિવાસી નેતા છે, જે આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ 15મા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મોટી જીત હાસિલ કરી છે. વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ પોતાની હાર સ્વીકારી લીધી અને મુર્મૂને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે આશા છે કે તમે કોઈ ભય અને પક્ષપાત વગર બંધારણના સંરક્ષક બનીને કાર્ય કરશો. તો દ્રૌપદી મુર્મૂ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર સૌથી યુવા આદિવાસી મહિલા બની ગયા છે. આ જીતની સાથે તેમણે ઈતિહાસ રચી દીધો છે.
આવો જાણીએ દ્રૌપદી મુર્મૂની જીતથી ક્યા પાંચ રેકોર્ડ બન્યા છે.
દેશને વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કે આર નારાયણનના રૂપમાં બે દલિત રાષ્ટ્રપતિ મળી ચુક્યા છે પરંતુ દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી નેતા છે જે આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. આજ સુધી દેશમાં કોઈ આદિવાસી ન પ્રધાનમંત્રી રહ્યા ન ગૃહમંત્રી. ઓડિશામાં જન્મેલા દ્રૌપદી મુર્મૂ 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યા હતા. ખાસ વાત છે કે તે એવો પ્રથમ મહિલા રાજ્યપાલ હતા જેમણે ઝારખંડમાં પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો.
આ પણ વાંચો- Draupadi Murmu: કોલેજમાં શ્યામ સાથે પ્રેમ, દહેજમાં ગાય અને બળદ મળ્યા, વાંચો દ્રૌપદી મુર્મુની પ્રેમકથા
સૌથી યુવા રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના થયો હતો. 25 જુલાઈએ તેમની ઉંમર 64 વર્ષ 1 મહિનો અને 8 દિવસ હશે. દ્રૌપદી મુર્મૂ હવે દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ હશે. આ પહેલા રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો. તે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની ઉંમર 64 વર્ષ બે મહિના અને 6 દિવસ હતી. તે બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા. તો સૌથી વધુ ઉંમરમાં રાષ્ટ્રપતિ બનનાર કે આર નારાયણનનું નામ છે. તેઓ 77 વર્ષ 5 મહિના 21 દિવસની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા હતા.
આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂ એવા પ્રથમ રાષ્ટ્રપતિ હશે જેમણે આઝાદ ભારતમાં જન્મ લીધો છે. અથવા તેમ કહી શકીએ કે ભારત ગણતંત્રમાં જન્મ લીધો છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના થયો હતો. નોંધનીય છે કે 2014 સુધી જેટલા પ્રધાનંમત્રી અને રાષ્ટ્રપતિ બન્યા, બધાનો જન્મ આઝાદી પહેલા થયો હતો. પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના થયો હતો. તે આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી છે.
આ પણ વાંચોઃ Draupadi Murmu Lifestyle: આવી છે દ્રૌપદી મુર્મૂની દિનચર્યા, ડિપ્રેશનમાંથી બહાર આવવા કર્યું હતું આ કામ
ઓડિશાથી દેશને મળ્યા પ્રથમ રાષ્ટ્રપતિ
દેશમાં અત્યાર સુધી જે 14 રાષ્ટ્રપતિ થયા છે, તેમાંથી 7 દક્ષિણ ભારતથી હતા. તો ડો. રાજેન્દ્ર પ્રસાદ એવા રાષ્ટ્રપતિ હતા જે બે વખત રાષ્ટ્રપતિ બન્યા અને તે બિહારના હતા. દ્રૌપદી મુર્મૂ ઓડિશાના પ્રથમ એવા નેતા છે, જે આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. તે દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. 2007મા પ્રતિભા દેવી સિંહ પાટિલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા.
રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ પાર્ષદ
દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ બનનાર એવા પ્રથમ એવા નેતા છે જે પાર્ષદ રહી ચુક્યા છે. દ્રૌપદી મુર્મૂ સૌથી પહેલા એક શિક્ષક હતા. ત્યારબાદ તેઓ રાજનીતિમાં આવ્યા અને 1997માં પાર્ષદ બન્યા. તેના ત્રણ વર્ષ બાદ તે વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ ઓડિશા સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તો તે રાજ્યપાલ બનનાર દેશના પ્રથમ આદિવાસી મહિલા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે