અપહરણ, દેહ વેપાર અને માનવ તસ્કરીના મામલે સોનૂ પંજાબનને 24 વર્ષની સજા
આ પહેલો કેસ છે જેમાં સોનૂ પંજાબનને પોક્સો (POCSO)કોર્ટે સજા સંભળાવી છે. જોકે આ કેસ 12 વર્ષની એક કિશોરી સાથે જોડાયેલો છે. દોષી સંદીપ બેદવાલે વર્ષ 2009માં કિશોરીને પ્રેમ અને લગ્નની જાળમાં સીમા નામની એક મહિલાના ઘરે લઇ ગયા.
નવી દિલ્હી: બાર વર્ષની બાળકીના અપહરણ, દેહ વેપાર અને માનવ તસ્કરીના કેસમાં સોનૂ પંજાબન (Sonu Punjaban)ને દિલ્હીના દ્વારકા કોર્ટ (Dwarka Court)એ 24 વર્ષની સજા સંભળાવી છે. સોનૂ પંજાબન સાથે વધુ એક દોષી સંદીપ બેદવાલને પણ દ્વારકા કોર્ટે રેપ, અપહરણ અને માનવ તસ્કરીના કેસમાં 20 વર્ષની સજા સંભળાવી છે.
આ પહેલો કેસ છે જેમાં સોનૂ પંજાબનને પોક્સો (POCSO)કોર્ટે સજા સંભળાવી છે. જોકે આ કેસ 12 વર્ષની એક કિશોરી સાથે જોડાયેલો છે. દોષી સંદીપ બેદવાલે વર્ષ 2009માં કિશોરીને પ્રેમ અને લગ્નની જાળમાં સીમા નામની એક મહિલાના ઘરે લઇ ગયા.
કેસના અનુસાર તો બીજી તરફ દોષી સંદીપે નાબાલિગ સાથે રેપ કર્યો અને પછી તેને સીમા નામની મહિલાને વેચીને જતા રહ્યા. સીમાએ કિશોરી પાસે બળજબરી પૂર્વક દેહ વેપાર કરાવ્યો. આ દરમિયાનને ઘણી વાર વેચવામાં આવી. કિશોરીને સોનૂ પંજાબને પણ ખરીદી હતી. હજુ પણ ઘણા લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસ સતત આ મામલે તપાસ કરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube