કોર્ટે કહ્યું રમઝાનમાં સવારે 5 કલાકે વોટિંગ શરૂ કરવા પર વિચાર કરો, ઇસીએ માગ નકારી
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી પંચને કહ્યું હતું કે, `લુ` અને રમઝાનને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણીના બાકીના તબક્કામાં મતદાન શરૂ થવાનો સમય સવારે 7 વાગ્યા પહેલા સવારે 5 વાગ્યે કરવાનો જરૂરી આદેશ ઇશ્યૂ કરો.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી પંચને કહ્યું હતું કે, 'લુ' અને રમઝાનને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણી 2019ના બાકીના તબક્કામાં મતદાન શરૂ થવાનો સમય સવારે 7 વાગ્યા પહેલા સવારે 5 વાગ્યે કરવાનો જરૂરી આદેશ ઇશ્યૂ કરો. આ માગને ચૂંટણી પંચે નકારી કાઢી છે. આ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેંચ સમક્ષ આ મામલે એક અરજી પર તત્કાલ સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019 LIVE : લખનઉમાં રાજનાથ સિંહ, જયપુરમાં રાજ્યવર્ધને કર્યું મતદાન
બેંચે કહ્યું હતું કે, ઇસીને જરૂરી આદેશ આપવાનું સૂચન કરવામાં આવે છે. ઉપરોક્ત સંદર્ભોમાં રિટ પિટિશન સમાધાન કરવામાં આવે છે. એડવોકેટ મોહમ્મદ નિઝામુદ્દીન પાશા અને અસદ હયાત દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. તેના દ્વારા ચૂંટણીના બાકી તબક્કામાં મતદાનનો સમય સાવરે 7 વાગ્યાની જગ્યાએ બે-અઢી કલાક વહેલા, સવારે 4:30 અથવા 5 કલાક કરવાની વિનંતી કરી હતી.
વધુમાં વાંચો: લોકસભા 2019: 5મા તબક્કા માટે 7 રાજ્યોની 51 સીટો પર આજે યોજાશે મતદાન
અરજીકર્તાઓએ ઈસીને લોકસભા ચૂંટણી અંતર્ગત પાંચમાં, છઠ્ઠા અને સાતમાં તબક્કામાં મતદાન માટે મતદાનનો સમય બેથી અઢી કલાક પહેલા કરવાનો આદેશ આપવાની વિનંતી કરી છે. બાકી ત્રણ તબક્કાના અંતર્ગત ક્રમશ: 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થવાનું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીના આ બાકી તબક્કા દરમિયાન કેટલાક ભાગમાં ‘લૂ’ લાગવાની પરિસ્થિતિઓ ઉભી થશે અને રમઝાન મહીનો પણ છે.
વધુમાં વાંચો: VIDEO: મમતા સામે જય શ્રીરામના નારા, ગુસ્સામાં ઉતર્યા મમતા અને જુઓ પછી શું થયું ?
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રમઝાન મહિનો 6 મેથી શરૂ થવાની સંભાવના છે. જે દિવસે પાંચમાં તબક્કામાં મતદાન થવાનું છે. રમઝાન દરમિયાન મુસ્લિમો રોઝા રાખે છે. અરજીકર્તાઓએ કહ્યું કે, તેમણે આ મામલે સોમવારે ઇસીને એક અરજી આપી હતી. પરંતુ ઇસીએ તેનો જવાબ આપ્યો નથી. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે ગરમી રહેવાની ચેતવણી આપી છે. તે દરમિયાન ચૂંટણી રાજ્યો- મધ્ય પ્રદેશ, બિહાર, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, ઝારખંડ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી વધારે થઇ જાય છે.
વધુમાં વાંચો: રાહુલે સોનિયા ગાંધી પાસેથી લીધી છે લોન, મુલાયમ, શત્રુઘ્ન પણ છે સંતાનોના દેવાદાર
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વાતાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે મુસ્લિમોને ઘરથી બહાર નિકળવા અને વોટ આપવા માટે લાઇનોમાં ઉભા રહેવામાં મુશ્કેલી થશે. સાથે જ સવારની નમાઝ અદા અને સહરી કર્યા બાદ મોટાભાગે લોકો (રોઝા રાખનાર લોકો) આરામ કરે છે.
(ઇનપુટ: ભાષા)
જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...