લોકસભા ચૂંટણી 2019 LIVE : સાંજે 6 કલાક સુધીમાં 7 રાજ્યોની 51 બેઠકો માટે 60.80% મતદાન, બંગાળ સૌથી આગળ

5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર યોજાનાર ચૂંટણીમાં આશરે 9 કરોડ મતદાતાઓ મતદાન કરશે, સોનિયા ગાંધી, રાહુલ, રાજનાથ સહિતના દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે 
 

લોકસભા ચૂંટણી 2019 LIVE : સાંજે 6 કલાક સુધીમાં 7 રાજ્યોની 51 બેઠકો માટે 60.80% મતદાન, બંગાળ સૌથી આગળ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આશરે 9 કરોડ મતદાતાઓ મતદાન કરશે. રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સહિત 674 ઉમેદવારોનાં ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. સત્તાપક્ષ ભાજપ અને તેના સહયોગીઓ માટે આ તબક્કામાં ઘણું દાવ પર લાગેલું છે, કારણે 2014માં ચૂંટણીમાં ભાજપે તેમાંથી 40 સીટો પર વિજય મેળવ્યો હતો. બે સીટ પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. 

— Election Commission #DeshKaMahatyohar (@ECISVEEP) May 6, 2019

મતદાનથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પાંચમા તબક્કામાં મતદારોને મોટી સંખ્યામાં મતદાન માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, લોકતંત્રને મંજબૂત બનાવવા અને ભારતનું સારું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન સૌથી અસરકારક રીત છે. આશા રાખું છું કે યુવાન મતદારો પણ વિક્રમી સંખ્યામાં મતદાન કરશે. સાંજે 6 કલાક સુધીમાં 7 રાજ્યોની 51 બેઠકો પર 60.80 ટકા મતદાન નોંધાયું છે. જે મુજબ પશ્ચિમ બંગાળ રાજ્ય મતદાનમાં સૌથી આગળ રહ્યું. 

5.00 PM: સાંજે 5.00 કલાક સુધીમાં સરેરાશ 53.88 ટકા મતદાન નોધાયું. હતું. 

4.00 PM : સાંજે 4.00 કલાક સુધી સરેરાશ 50.68 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યવાર મતદાનના આંકડા જૂઓ નીચેનું ટેબલ. 

5મા તબક્કાનું મતદાન, 06 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM 2.00 PM 4.00 PM 6.00 PM
બિહાર 11.51 % 20.74 % 32.27 % 44.08 % 56.79 %
જમ્મુ-કાશ્મીર 1.36 % 6.09 % 11.35 % 15.34 % 17.07 %
મધ્યપ્રદેશ 13.02 % 29.76 % 43.85 % 53.91 % 62.96 %
રાજ્યસ્થાન 14.01 % 29.40 % 42.73 % 50.43 % 63.03 %
ઉત્તરપ્રદેશ 9.86 % 22.96 % 35.15 % 44.89 % 53.32 %
પશ્ચિમ બંગાળ 16.56 % 33.64 % 50.78 % 62.88 % 74.06 %
ઝારખંડ 13.46 % 29.49 % 45.98 % 58.63 % 63.99 %
સરેરાશ 12.64 % 27.11 % 40.74 % 50.68 % 60.80 %

3.50 PM : ભાજપના હુગલી બેઠકના ઉમેદવાર લોકેટ ચેટરજી એક મતદાન મથકમાં હાજર ચૂંટણી અધિકારીઓ પર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ચૂંટણી અધિકારીઓ ટીએમસી પાસેથી લાંચમાં માછલી અને ચોખાનું ભોજન લેવાનો આરોપ લગાવ્યો હતો. 

3.30 PM : કાશ્મીરના પંડિતોએ ઉધમપુરમાં તેમના માટે બનેલા વિશેષ મતદાન મથકમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

3.00 PM : બપોરે 3.00 કલાક સુધી પાંચમા તબક્કામાં 44.89 ટકા મતદાન નોંધાયું છે.  બિહારમાં 41.20 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 11.67 ટકા, મધ્યપ્રદેશમાં 45.88 ટકા, રાજસ્થાનમાં 46.16 ટકા, ઉત્તરપ્રદેશમાં 39.10 ટકા, પશ્ચિમ બંગાળમાં 56.18 ટકા અને ઝારખંડમાં 49.10 ટકા મતદાન નોંધાયું છે. 

2.50 PM : મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા કેટલાક મતદાન મથકોને વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે અને તેમને આકર્ષક બનાવાયા છે. આવા જ કેટલાક મતદાન મથકોના ફોટા બિહારના ચૂંટણી અધિકારીએ ટ્વીટર પર શેર કર્યા હતા. 

— CEO, Bihar #DeshKaMahaTyohar (@CEOBihar) May 6, 2019

2.45 PM : ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ તેના પરિવાર સાથે ઝારખંડના રાંચીમાં જવાહર વિદ્યામંદિર મતદાન મથકમાં પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

— ANI (@ANI) May 6, 2019

2.40 PM : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બીજો ગ્રેનેડ એટેક, મતદાન મથકીની એક દિવાલ ક્ષતિગ્રસ્ત. કોઈને ઈજા નહીં. 

2.30 PM : પશ્ચિમ બંગાળના બરાકપોર, બાનગાંવ, હાવરા અને હૂગલીમાં હિંસક ઘટનાઓ નોંધાઈ. ચૂંટણી પંચે કહ્યું કે, ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. 
 

2.00 PM : બપોર સુધીમાં સરેરાશ 40.74 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટનાઓ અને રાજકીય આરોપબાજી વચ્ચે સૌથી વધુ 50.78 ટકા મતદાન નોંધાયું છે. ત્યાર પછી ઝાખંડમાં સૌથી વધુ 45.98 ટકા મતદાન નોંધાયું છે. કેટલીક છૂટક હિંસક ઘટનાઓ વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. 

5મા તબક્કાનું મતદાન, 06 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM 2.00 PM
બિહાર 11.51 % 20.74 % 32.27 %
જમ્મુ-કાશ્મીર 1.36 % 6.09 % 11.35 %
મધ્યપ્રદેશ 13.02 % 29.76 % 43.85 %
રાજ્યસ્થાન 14.01 % 29.40 % 42.73 %
ઉત્તરપ્રદેશ 9.86 % 22.96 % 35.15 %
પશ્ચિમ બંગાળ 16.56 % 33.64 % 50.78 %
ઝારખંડ 13.46 % 29.49 % 45.98 %
સરેરાશ 12.64 % 27.11 % 40.74 %

1.50 PM : પશ્ચિમ બંગાળના શ્રીરામપુરના તૃણમુલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનરજીએ તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ઓબ્ઝર્વરને દૂર કરવાની માગણી કરી છે. કલ્યાણે આરોપ લગાવ્યો છે કે ચપડાની બુથ પર મોકપોલ દરમિયાન તમામ વોટ ભાજપને જ ટ્રાન્સફર થતા હતા.

1.15 PM : બપોરે 1.00 કલાક સુધી 7 રાજ્યની 51 સીટ પર સરેરાશ 40.54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બિહારમાં 32.27%, જમ્મુ-કાશ્મીરમાં 11.35%, મધ્યપ્રદેશમાં 39.52%, રાજસ્થાનમાં 41.33%, ઉત્તરપ્રદેશમાં 35.01 ટકા, પશ્ચિમ બંગાળમાં 49.03% અને ઝારખંડમાં 45.98% મતદાન નોંધાયું છે. 

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, "ચોથા તબક્કામાં આસનસોલમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની ગાડી પર હુમલો થયો હતો. આજે પાંચમા તહબક્કામાં બેરકપુરમાં ભાજપના ઉમેદવાર અર્જુન સિંહને ખરાબ રીતે માર મરાયો છે. ટીએમસીના વર્કર જબરદસ્તીથી પોતાની પાર્ટીને વોટ અપાવી રહ્યા છે. શ્રીરામપુરના અંદર રિગિંગ કરી રહ્યા છે. મમતા વોટથી નહીં પરંતુ રિંગિગથી ચૂંટણી જીતવા માગે છે. ભાજપે માગ કરી છે કે બેરકપુરમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે." 

12.45 PM : અયોધ્યાના નાયપુરા મતદાન મથક ખાતે બપોરે 12.00 કલાક સુધી એક પણ વોટ પડ્યો નથી. અહીં કુલ 1800 મતદારો નોંધાયેલા છે. સ્થાનિક તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગ ન બનાવવાના વિરોધમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. રેલવે ક્રોસિંગ ન બનવાને કારણે ગ્રામજનોને 8 કિમી લાંબું ફરીને આવવું-જવું પડે છે. 

12.30 PM : અભિનેતા આશુતોષ રાણાએ મધ્યપ્રદેશના નરસિંઘપુરના ગદરવારાના 105 નંબરના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

— ANI (@ANI) May 6, 2019

12.00 PM : બપોરે 12.00 કલાક સુધી પાંચમા તબક્કામાં 27.11 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટના જોવા મળી છે. હાવરામાં ટીએમસીના કાર્યકર્તાઓએ ભાજપના પોલિંગ એજન્ટને ઘાયલ કરી દીધો હતો. આ અગાઉ બિહારમાં એક વ્યક્તિની EVM તોડી નાખવાના કેસમાં ધરપકડ કરાઈ છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં બરાકપોરના અમતાલામાં ભાજપના ઉમેદવાર અર્જુન સિંઘે તેમના પર ટીએમસીના કાર્યકર્તાઓએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી દ્વારા ગ્રેનેડ ફેંકીને વાતાવરણ ગરમ કરવાનો પ્રયાસ કરાયો હતો. 

5મા તબક્કાનું મતદાન, 06 મે, 2019
રાજ્ય 10.00 PM 12.00 PM
બિહાર 11.51 % 20.74 %
જમ્મુ-કાશ્મીર 1.36 % 6.09 %
મધ્યપ્રદેશ 13.02 % 29.76 %
રાજ્યસ્થાન 14.01 % 29.40 %
ઉત્તરપ્રદેશ 9.86 % 22.96 %
પશ્ચિમ બંગાળ 16.56 % 33.64 %
ઝારખંડ 13.46 % 29.49 %
સરેરાશ 12.64 % 27.11 %

11.35 AM : હાવરાના મતદાન મથક 261 પર ભાજપના પોલિંગ એજન્ટ પર ટીએમસીના કાર્યકર્તાઓનો કથિત હુમલો. ઘાયલ થયેલા ભાજપના પોલિંગ એજન્ટને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. 

11.00 AM : અત્યાર સુધી સરેરાશ 15.35 ટકા મતદાન નોંધાયું છે. નાના-મોટો બનાવોને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. 

10.45 AM : ઉત્તરપ્રદેશમાં સવારે 9.00 કલાક સુધી મતદાનના આંકડા રાજ્યના ચૂંટણી અધિકારીએ ટ્વીટર પર શેર કર્યા હતા. 

10.30 AM : બિહારના છપરામાં 131 નંબરના બૂથમાં EVM મશીન સાથે છેડછાડ કરવાના આરોપમાં રણજીત પાસવાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

10.25 AM : સ્મૃતિ ઈરાની દ્વારા અમેઠીમાં બૂથ કેપ્ચરીંગનો આરોપ. તેમણે જણાવ્યું કે, "મેં ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્રને ટ્વીટ કરીને એલર્ટ કર્યું છે. રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે તેના અંગેનો નિર્ણય દેશના લોકો લેશે કે તેમને સજા થવી જોઈએ કે નહીં."

10.20 AM : મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, "ભાજપ માટે મહાગઠબંધન કોઈ મોટો પડકાર નથી. હું મહાગઠબંધનના ઉમેદવાર પૂનમ સિંહા વિશે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, કેમ કે ચૂંટણી વ્યક્તિગત ધોરણે લડાતી નથી, પરંતુ મુદ્દાઓને આધારે લડવામાં આવતી હોય છે."

10.15 AM : મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના એક ગામમાં લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર. સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યાના કારણે ગ્રામજનો દ્વારા વિરોધ. 

10.10 AM : પાંચમા તબક્કામાં 7 રાજ્યની 51 બેઠકો પર સવારે 10.00 કલાક સુધી સરેરાશ 12.64 ટકા મતદાન નોંધાયું છે. હાલ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ગ્રેનેડ ફેંકીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમને નિષ્ફળ બનાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં બરાકપોરના અમતાલામાં ભાજપના ઉમેદવાર અર્જુન સિંઘે તેમના પર ટીએમસીના કાર્યકર્તાઓએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે.

5મા તબક્કાનું મતદાન, 06 મે, 2019
રાજ્ય 10.00 AM
બિહાર 11.51 %
જમ્મુ-કાશ્મીર 1.36 %
મધ્યપ્રદેશ 13.02 %
રાજ્યસ્થાન 14.01 %
ઉત્તરપ્રદેશ 9.86 %
પશ્ચિમ બંગાળ 16.56 %
ઝારખંડ 13.46 %
સરેરાશ 12.64 %

9.30 AM : બિહારના હઝારીબાગ ખાતે એક વ્યક્તિ 105 વર્ષના તેમના માતાને લઈને 450 નંબરના મતદાન મથક પર આવી પહોંચ્યો હતો. 10.00 AM : કેન્દ્રીય મંત્રી અને ભાજપના હઝારીબાગ બેઠકના ઉમેદવાર જયંત સિંહા તેમનો વોટ આપવા માટે મતદાન મથક પર આવી પહોંચ્યા હતા. સિંહાની સામે કોંગ્રેસના ગોપાલ સાહુ અને ભુવનેશ્વર પ્રસાદ મહેતા ચૂંટણી લડી રહ્યા છે.

— ANI (@ANI) May 6, 2019

9.15 AM : ચૂંટણી પંચના આંકડા અનુસાર સવારે 9.00 કલાક સુધી પાંચમા તબક્કાની બેઠકો પર સરેરાશ 3.95 ટકા મતદાન થયું છે. 

9.00 AM : સવારે 8 વાગ્યા સુધી બિહારની કેટલીક બેઠકો પર મતદાનના આંકડા 

હાજુપુરઃ 4 %

મધુબનીઃ 2.5 %

મઝફ્ફરપુરઃ 3.5 %

સારણઃ 4.2 %

સિતારમઢીઃ 5 % 

8.55 AM : બરાકપોર લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહેલા ભાજપના અર્જુન સિંઘે આરોપ લગાવ્યો છે કે, ટીએમસીના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો છે. તેઓ લોકોને મતદાન મથકમાં પ્રવેશવા દેતા નથી. 

— ANI (@ANI) May 6, 2019

8.50 AM : જમ્મુ-કાશ્મીરના પુલવામાના રોહમૂ ગામમાં એક મતદાન મથક પર ગ્રેનેડ વડે હુમલો. જોકે, કોઈને પણ ઈજા પહોંચી નથી. સુરક્ષા કર્મચારીઓએ મતદાન મથકને ઘેરી લીધું છે. 

8.40 AM : પશ્ચિમ બંગાળના બરાકપોરના અમતાલામાં ભાજપના ઉમેદવાર અર્જુન સિંઘ પર હુમલો. એક મહિલા અર્જુન સિંઘની પાસે દોડી આવી હતી. તેણે જણાવ્યું કે, તેનો પુત્ર ભાજપનો પોલિંગ એજન્ટ છે અને તેને મતદાન મથકમાં પ્રવેશ કરવા દેવાયો નથી. આથી અર્જુન સિંઘ તાત્કાલિક એ મતદાન મથકે તોડી આવ્યા હતા અને એ યુવકને મતદાન મથકમાં બેસાડ્યો હતો. ત્યાર પછી તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતા અને અર્જુન સિંઘ સાથે ધક્કા-મુક્કી કરતાં તેમને ઈજાઓ પહોંચી હતી. 

8.35 AM : રાયબરેલીના બે મતદાન મથક અને અમેઠીના એક મતદાન મથક પર હજુ મતદાન શરૂ થયું નથી. 

8.25 AM : ચૂંટણી પંચે જણાવ્યું છે કે, રમઝાનના કારણે મતદાનના સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાશે નહીં. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી કે, રમજાન મહિનો અને ગરમીને ધ્યાનમાં રાખીને બાકીના ત્રણ તબક્કાનું મતદાન સવારે 4.30 કલાકે શરૂ કરવામાં આવે. આથી સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી પંચને સુચન કર્યું હોય કે તેઓ આ મુદ્દે વિચારણા કરીને યોગ્ય આદેશ આપે. 

8:20 AM : બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ લખનઉમાં સીન્ટી મોન્ટેસરી ઈન્ટર કોલેજ મતદાન મથકમાં મતદાન કર્યું. 

7.58 AM : પશ્ચિમ બંગાળ- હાવરાના બુથ નંબર 289/291/292માં મતદાન શરૂ કરવામાં મોડું થયું.EVM અને VVPAT મશીન ચાલુ ન થતાં મતદાન અધિકારીઓ ગુંચવાયા.

7.55 AM: બિહારના સારણમાં અમનૂરમાં મીડલ સ્કૂલના મતદાન મથકના 26 અને 27 નંબરના મતદાન મથકમાં ઈવીએમ ચાલુ ન થતાં લોકોને રાહ જોવી પડી. ભાજપના રાજીવ પ્રતાપ રૂડી મતદાન કરવા લાઈનમાં પહોંચ્યા. 

7.50 AM : કેન્દ્રીય રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુરમાં પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું છે. 

7.40 AM : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મતદાન કર્યું. રાજનાથ સિંહ તેમની પરંપરાગત લખનઉ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે સ્કોલર્સ હોમ સ્કૂલમાં બનેલા 333 નંબરના મતદાન મથકમાં મતદાન કર્યું હતું. 

— ANI UP (@ANINewsUP) May 6, 2019

7.20 AM : મધ્યપ્રદેશના હોશંગાબાદના એક મતદાન મથક પર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો. ચૂંટણી અધિકારીઓએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 

લોકસભા ચૂંટણી 2019 LIVE : 5મા તબક્કામાં 51 બેઠક પર મતદાન શરૂ

7.10 AM : પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, તેમનાં પત્ની નિર્મલા સિંહા મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા. તેમનો પુત્ર અને કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા કોંગ્રેસના ગોપાલ સાહુ અને સીપીઆઈના ભુવનેશ્વર પ્રસાદ સામે ચૂંટણી લડી રહ્યો છે. 

— ANI (@ANI) May 6, 2019

દિગ્ગજ ઉમેદવારો
રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાજનથ સિંહ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કૃષ્ણા પુનિયા, અર્જુન રામ મેઘવાલ

કયા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન
રાજ્ય                  બેઠક
ઉત્તરપ્રદેશ            14 
રાજસ્થાનમાં         12 
પશ્ચિમ બંગાળ       07
મધ્યપ્રદેશમાં        07
બિહારમાં             05
ઝારખંડ              04 
જમ્મુકાશ્મીર - લદ્દાખ, શોપિયાં, અનંતનાગ

- પશ્ચિમ બંગાળમાં તમામ 7 સીટ પર તૃણમુલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને માર્ક્સવાદી વચ્ચે ચતુષ્કોણીય મુકાબલો છે. 2014ની ચૂંટણીમાં આ તમામ બેઠક પર તૃણમુલ કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. 

- બિહારમાં પાંચ સીટમાંથી હાજીપુર લોક જનશક્તી પાર્ટીનો ગઢ છે. સારણ બેઠક રાજદનો ગઢ મનાય છે. મુઝફ્ફરપુર, સીતામઢી અને મધુબની બેઠક પર પણ મતદાન યોજાવાનું છે. 

- ઝારખંડમાં હઝારીબાગ, કોડરમા, રાંચી અને ખૂંટીમાં યોજાશે ચૂંટણી. કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા હઝારીબાગથી ચૂંટણી લડી રહ્યા છે. 

- મધ્યપ્રદેશમાં સાત બેઠક ટીકમગઢ, દામોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બૈતુલમાં ચૂંટણી યોજાશે. 2014માં ભાજપે આ તમામ બેઠક કબ્જે કરી હતી. 

ચૂંટણી પંચે 94 હજાર મતદાન કેન્દ્રોનું નિર્માણ કર્યું છે અને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચમાં અને સૌથી નાના તબક્કામાં 8.75 કરોડ મતદાતા 674 ઉમેદવારોનું ભવિષ્ય નિશ્ચિત કરશે. આ તબક્કાની સાથે જ 424 સીટો પર ચૂંટણી ખતમ થઇ જશે અને બાકીની 118 સીટો પર 12 મે અને 19 મે સુધી ચૂંટણી યોજાવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news