VIDEO: મમતા સામે જય શ્રીરામના નારા, ગુસ્સામાં ઉતર્યા મમતા અને જુઓ પછી શું થયું ?

બંગાળના મુખ્યમંત્રી શનિવારે જ્યારે પ્રભાવિત વિસ્તારની મુલાકાતે હતા તે દરમિયાન કેટલાક લોકોએ જયશ્રીરામના નારાઓ લગાવ્યા હતા

VIDEO: મમતા સામે જય શ્રીરામના નારા, ગુસ્સામાં ઉતર્યા મમતા અને જુઓ પછી શું થયું ?

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચક્રવાત ફોનીને પહોંચી વળવા માટે લોકોને અફવા નહી ફેલાવવા તથા ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે સંપુર્ણ એલર્ટ છીએ અને સ્થિતી પર નજીકથી નજર રાખી રહ્યા છે. બંગાળના મુખ્યમંત્રી શનિવારે જ્યારે પ્રભાવિત વિસ્તારની મુલાકાતે હતા, તે દરમિયાન કેટલાક લોકોએ તેમની સામે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેને સાંભળીને મમતા બેનર્જી ગુસ્સે થિ ગયા. જ્યારે તેમનો કાફલો પસાર થયો તો કેટલાક લોકોએ નારા લગાવ્યા. 

આ ઘટના પશ્ચિમ બંગાળના ચંદ્રકોણાના રાધાબલ્લભપુર વિસ્તારની છે. શનિવારે પશ્ચિમી મિદનાપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પદયાત્રા પુર્ણ કરીને ગાડીથી જઇ રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકોએ જયશ્રી રામનાં નારા લગાવવાનાં શરૂ કરી દીધા, જેને સાંભળ્યા બાદ મમતા બેનર્જી ગાડીમાંથી ઉતર્યા અને તે લોકોને ગુસ્સામાં ઝાટકવા માંડ્યા હતા. તેમણે કહ્યું કે, આમ તેમ ભાગી શા માટે રહ્યા છો. મમતાએ કહ્યું કે, ગાળો કેમ બોલી રહ્યા છો. 

— BJP Asansol (@BJP4Asansol) May 4, 2019

ઇશારામાં જ લોકોની ઝાટકણી કાઢી
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન તઇ રહ્યું છે. દેશનાં અન્ય હિસ્સાઓની તુલનાએ બંગાળમાં સૌથી વધારે મતદાન થઇ રહ્યું છે. જો કે તે પણ સત્ય છે કે સૌથી વધારે હિંસા આ વોટિંગ દરમિયાન બંગાળમાં થઇ રહી છે. શનિવારે મમતા બેનર્જીએ એક રેલીમાં ધમકીના અંદાજમાં કહ્યું કે, હું તમને કહી રહી છું કે બે દિવસ બાદ તો ચૂંટણી ખતમ થઇ જશે. ત્યાર બાદ તમારે લોકોએ બંગાળમાં જ રહેવાનું છે. વધારે ગરમી ના દેખાડશો. રાજનીતિમાં લડાઇ તમે પણ કરશો તો હું કરીશ. તમે તમારી વાત કરો અને હું માંરી વાત કરીશ. 

કેટલાક લાલચી નેતાઓનાં કારણે લોકો તૃણમુલનો સાથ ન છોડો
મમતા બેનર્જીએ સ્વિકાર કરતા કે પાર્ટીનાં કેટલાક સ્થાની નેતા લાલચી હોઇ શકે છે, રવિવારે લોકોને અપીલ કરી કે તેઓ તે લોકોની વિરુદ્ધ ગુસ્સો તૃણમુલ કોંગ્રેસની વિરુદ્ધ મતદાન કરીને ન કાઢે. તેમણે દાવો કર્યો કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ આ પ્રકારનાં આરોપોથી પર છે. મમતાએ કહ્યું કે, તેમની સરકારે અનેક યોજનાઓ દ્વારા પછાત વિસ્તાર જંગમહાલનાં લોકોનું જીવન સ્તરમાં સુધારો કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news