Fertilizer Scam: અશોક ગેહલોતના ભાઈના અનેક ઠેકાણે EDના દરોડા, કોંગ્રેસે કહ્યું- ડરીશું નહીં
EDએ બુધવારે રાજસ્થાન (Rajasthan) ના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) ના ભાઈ અગ્રસેન ગેહલો સહિત ચાર લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. ઈડીએ કેસ દાખલ કર્યા બાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને દિલ્હીમાં દરોડા પાડ્યાં. ઈડીના જણાવ્યાં મુજબ આ મામલો યુપીએ સરકાર સાથે જોડાયેલો છે.
નવી દિલ્હી: EDએ બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલો સહિત ચાર લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. ઈડીએ કેસ દાખલ કર્યા બાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને દિલ્હીમાં દરોડા પાડ્યાં. ઈડીના જણાવ્યાં મુજબ આ મામલો યુપીએ સરકાર સાથે જોડાયેલો છે. આ બાજુ કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ આજે વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. જેથી કરીને કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ નાખી શકાય.
તેમણે કહ્યું કે 21 જુલાઈના રોજ સીબીઆઈ દેવારામને પૂછપરછ માટે બોલાવે છે. આજે અગ્રસેન ગેહલોત જેમનો વાંક માત્ર એટલો છે કે તેઓ અશોક ગેહલોતના મોટા ભાઈ છે. તેમના ઘરે પર કેન્દ્રીય સશસ્ત્ર દળ ગોઠવીને ઈડી દરોડા પાડે છે. તમારા દરોડા રાજથી કોંગ્રેસ ડરવાની નથી.
અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોત અનુપમ કૃષિ નામની કંપની ચલાવે છે અને આરોપ છે કે વર્ષ 2007થી 2009માં ક્લોરાઈડ પોટાશનો સરકારી મંજૂરી વગર વિદેશમાં મોકલ્યું હતું. અનુપમ કૃષિને ક્લોરાઈડ પોટાશ વેચવાનું લાઈસન્સ મળેલુ હતું અને તે ખેડૂતોને સારા પાક માટે વેચવા અધિકૃત હતાં. આરોપ છે કે અગ્રસેન ગેહલોતે પોટાશ અન્ય લોકોને વેચ્યું જેનાથી તેમને મલેશિયા અને સિંગાપુરમાં ગેરકાયદે રીતે ઔદ્યોગિક મીઠા (Industrial Salt) ના નામે એક્સપોર્ટ કર્યું જ્યારે ભારતીય પોટાશને ભારત બહાર મોકલવા પર પ્રતિબંધ હતો.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube