મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(Enforcemet Director-ED) મહારાષ્ટ્ર સ્ટેટ-કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર(Sharad Pawar) સામે મની લોન્ડરિંગનો(Money Laundaring) કેસ દાખલ કર્યો છે. બોમ્બે હાઈકોર્ટના(Bombay Highcourt) આદેશ પછી આ કૌભાંડમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ FIR દાખલ કરી હતી, જેમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર સહિત કુલ 70 પૂર્વ સંચાલકોનું નામ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ લગભગ રૂ.25 હજાર કરોડનું છે. બોમ્બે હાઈકોર્ટે જે-તે સમયે શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર સહિત 70 લોકો સામે FIR દાખલ કરવાનો આદેશ અપાયા પછી પોલીસે પગલું ભર્યું હતું. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે, આ તમામ આરોપીઓને બેન્ક કૌભાંડ અંગે માહીતી હતી. 


BIG Breaking : મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ


મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની સરકારના સમયે મહારાષ્ટ્ર સ્ટેટ-કો-ઓપરેટિવ કૌભાંડમાં આર્થિક ગેરરીતિનું કૌભાંડ બહાર આવ્યું હતું. શરદ પવાર, તેમના ભત્રીજા સહિત અન્ય ડિરેક્ટરો સામે બેન્કિંગ અને આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તેમણે કથિત રીતે ખાંડની મિલોને ઓછા દરે ધિરાણ આપ્યું હતું અને ડિફોલ્ટરોની સંપત્તીઓને પણ અત્યંત સસ્તા ભાવે વેચી નાખી હતી. 


સોશિયલ મીડિયાઃ જજ બોલ્યા, હું તો વિચારી રહ્યો છું કે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દઉં...


તેમની સામે આરોપ છે કે, સસ્તી લોન આપવા અને તેની ચૂકવણી ન થવાના કારણે વર્ષ 2007થી 2011 દરમિયાન બેન્કોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મંત્રી અને તત્કાલિન નાણા મંત્રી અજિત પવાર એ સમયે બેન્કના ડિરેક્ટર હતા. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....