સોશિયલ મીડિયાઃ જજ બોલ્યા, હું તો વિચારી રહ્યો છું કે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દઉં...

સુપ્રીમ કોર્ટે(Supreme Court) સોશિયલ મીડિયાના(Social Media) દુરૂપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે, દેશમાં સોશિયલ મીડિયાનો દુરૂપયોગ(misuse) થઈ રહ્યો છે, જે ખતરનાક છે. સરકારે વહેલામાં વહેલી તકે આ અંગે પગલાં લેવાં જોઈએ. સરકારે આ મુદ્દે પ્રાથમિક્તાના આધારે વિચાર કરવો જોઈએ. 

સોશિયલ મીડિયાઃ જજ બોલ્યા, હું તો વિચારી રહ્યો છું કે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દઉં...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે(Supreme Court) સોશિયલ મીડિયાના(Social Media) દુરૂપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે, દેશમાં સોશિયલ મીડિયાનો દુરૂપયોગ(misuse) થઈ રહ્યો છે, જે ખતરનાક છે. સરકારે વહેલામાં વહેલી તકે આ અંગે પગલાં લેવાં જોઈએ. સરકારે આ મુદ્દે પ્રાથમિક્તાના આધારે વિચાર કરવો જોઈએ. 

જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું કે, "સોશિયલ મીડિયાનો દૂરૂપયોગ રોકવા માટે કડક દિશાનિર્દેશ હોવા જોઈએ. આપણી ગુપ્તતાનું સંરક્ષણ થવું જોઈએ. હું તો વિચારી રહ્યો છું કે, સ્માર્ટ ફોનનો ઉપયોગ જ બંધ કરી દઉઁ. આપણે ઈન્ટરનેટ બાબતે આટલા ચિંતિત કેમ રહીએ છીએ? આપણે પોતાના દેશની ચિંતા કરવી જોઈએ."

આ સાથે જ જસ્ટીસ દીપક ગુપ્તાએ કહ્યું કે, "ઓનલાઈન અપરાધ અને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી નાખનારા લોકોને ટ્રેક કરવા અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. આપણે તેને એમ કહીને છોડી શકીએ નહીં કે અમારી પાસે તેને રોકવાની કોઈ ટેક્નોલોજી નથી. જો સરકાર પાસે તેને રોકવાની ટેક્નીક છે તો તેણે આ દુષણ અટકાવવું જોઈએ."

જસ્ટિસ ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે, "સરકાર શક્તિશાળી છે. તેની પાસે આ બધું રોકવાના અમર્યાદિત અધિકાર છે. પરંતુ કોઈ વ્યક્તિના અંગત અધિકારોનું શું? તેમની પણ સુરક્ષા કરવી જોઈએ. સરકારે સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે ગાઈડલાઈન બનાવવી જોઈએ. લોકોની અંગત માહિતીને સાચવી રાખવા માટે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી નાખનારા લોકોને ટ્રેક કરવા જોઈએ."

આ સાથે જ તેમણે સરકારને સોશિયલ મીડિયાનો દુરૂપયોગ રોકવા માટે એક ગાઈડલાઈન ક્યાં સુધીમાં તૈયાર કરી શકે એમ છે તેના અંગે 3 સપ્તાહના અંદર એફિડેવીટ દ્વારા જવાબ આપવા માટે આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકોને કારણ વગર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે અને તેમને પરેશાન કરવામાં આવે છે. આ બાબતે સરકારે ઉચિત પગલાં લેવાં જોઈએ. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news