નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Education Minister Ramesh Pokhriyal Nishank) લાઇવ આવીને સીબીએસઈ સ્કૂલો  (CBSE School) ના અધ્યક્ષો અને સચિવો સાથે વાત કરી હતી. આ સેશનમાં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ને લઈને ચર્ચા કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આપણા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New Education Policy) લાગૂ કરવાથી શિક્ષણ (Education) ને પ્રોત્સાહન મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વમાં પ્રથમવાર હશે જ્યારે આવી શિક્ષણ નીતિ લાગૂ કરવામાં આવશે. જ્યાં પ્રધાનમંત્રી (Prime Minister) થી લઈને ગ્રામ પ્રધાન  (Gram Pradhan) સાથે વિચાર કરવામાં આવ્યો હોય. આ નવી શિક્ષણ નીતિમાં થિયરીથી વધુ પ્રેક્ટિકલ પર ધ્યાન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આપણો દેશ વિશ્વગુરૂ તરીકે ઉભરીને આવ્યો છે. 


આ પણ વાંચોઃ Budget session: રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે કોંગ્રેસ સહિત 16 પાર્ટીઓ  


નવી શિક્ષણ નીતિથી ભારત બનશે વિશ્વ માટે મિસાલ
ભારતની પાસે બધુ છે, બસ તેને આગળ વધારવા માટે દ્રષ્ટિકોણની જરૂર છે. શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, મને વિદ્યાર્થીઓ પર વિશ્વાસ છે કે શિક્ષણ ક્ષેત્રમાં ભારત (India) નું નામ આગળ લઈ જશે. કોરોના કાળ (Coronavirus) માં ઓનલાઇન ક્લાસ  (Online Classes) ને પ્રોત્સાહન મળ્યું. આ સૌથી મોટુ ઉદાહરણ છે કે આ પડકારભરી સ્થિતિમાં પણ બાળકોનો અભ્યાસ ખરાબ ન થયો. 


આ દિવસે જાહેર થશે CBSE બોર્ડની પરીક્ષાની તારીખ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Education Minister Ramesh Pokhriyal Nishank) એ કહ્યુ કે, ધોરણ 10 અને 12 CBSE બોર્ડની પરીક્ષાની તારીખો 2 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube