નવી દિલ્હીઃ સીબીએસઈના વિદ્યાર્થીઓઓ લાંબા સમયથી બોર્ડ પરીક્ષા  (CBSE Board Exams 2021)ની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. હવે વિદ્યાર્થીઓની આતુરતાનો જલદી અંત આવવાનો છે. આવતીકાલ એટલે કે 31 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Union Education Minister) સીબીએસઈ 10માં અને 12માં બોર્ડની પરીક્ષા  (CBSE 10, 12 Board Exams 2021 Datesheet)ની તારીખોની જાહેરાત કરશે. તો તેમણે આ પહેલા એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, પરીક્ષાનુ ઓનલાઇન આયોજન કરવામાં આવશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ખાનગી ચેનલ સાથે વાતચીતમાં શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, કાલે પરીક્ષાની રૂપરેખા જણાવશે. તેમણે કહ્યું કે, ઓનલાઇન પરીક્ષાઓ ન યોજવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ઓફલાઇન પરીક્ષાઓ કઈ રીતે લેવાશે અને તેની તારીખ શું હશે તેની જાહેરાત આવતીકાલે થઈ શકે છે. 


JDUના 17 ધારાસભ્યો આરજેડીના સંપર્કમાં? સીએમ નીતીશ કુમારે આપ્યો જવાબ


વાલીઓમાં અસમંજસની સ્થિતિ
સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને વાલીઓમાં અસમંજસની સ્થિતિ યથાવત છે. વાલીઓનું કહેવું છે કે જે રીતે ઓનલાઇન ભણાવવામાં આવ્યું છે, તેનાથી બાળકોને તૈયારીનો સમય મળ્યો નથી. તો બાળકોની સુરક્ષાને લઈને પણ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કોરોનાના નવા સ્ટ્રેને પણ વાલીઓની ચિંતા વધારી દીધી છે. ઘણા વાલીઓની માંગ છે કે પહેલા બાળકોને વેક્સિન આપવામાં આવે. ત્યારબાદ પરીક્ષા માટેનું આયોજન કરવામાં આવે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube