નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પોતાના બે દિવસીય પ્રવાસ બાદ ચૂંટણી પંચની ટીમે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કરાવવાની જરૂર પડી તો રાજ્યમાં બધા બૂથોને 'સંવેદનશીલ' જાહેર કરવા માટે તૈયાર છે. ચૂંટણી પંચના નાયબ કમિશનર ડો. સુદીપ જૈને જણાવ્યુ કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી જો રાજ્યમાં બધા મતદાન કેન્દ્રોને 'સંવેદનશીલ' જાહેર કરવાની જરૂર પડી તો આયોગ તેમ કરવા જરૂરી તમામ ઉપાયો કરવા તૈયાર છે. નાયબ ચૂંટણી કમિશનર અને પશ્ચિમ બંગાળના પ્રભારી સુદીપ સૈને દક્ષિણ અને ઉત્તરી બંગાળમાં પ્રશાસનિક અધિકારીઓ, રાજ્યના સીઈઓ અને પંચના અન્ય મુખ્ય અધિકારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ અધીકક્ષોની સાથે બેઠક દરમિયાન આ વાત કહી હતી. 


આ પણ વાંચોઃ Amit Shah West Bengal Visit: મિદનાપુરમાં અમિત શાહની રેલી, ભાજપમાં જોડાયા TMC ના શુવેંદુ અધિકારી


રાજ્યભરમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે જૈને રાજ્ય સરકાર પાસે સહયોગ લેવા માટે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય સાથે પણ મુલાકાત કરી હતી. પંચે બધા ડીએમ અને એસપીને ચૂંટણી પંચને દૈનિક રિપોર્ટ મોકલવાનું કહ્યું છે. 


પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પંચ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે અને તમામ પગલા ભરવામાં આવશે જેથી મતદાતા પોતાના મતાદિકારનો પ્રયોગ નિર્ભય અને સ્વચ્છંદ થઈને કરી શકે. પંચની ટીમે સ્થાનીક રાજકીય દળોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કર્યા બાદ ખુદે પણ કેટલીક જગ્યાએ જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube