Election Commission PC: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, એક જ તબક્કામાં થશે મતદાન
ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. રાજ્યમાં 12મી નવેમ્બરે ચૂંટણી યોજાશે અને એક જ ફેઝમાં મતદાન થશે.
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. રાજ્યમાં 12મી નવેમ્બરે ચૂંટણી યોજાશે અને એક જ ફેઝમાં મતદાન થશે. અત્રે જણાવવાનું કે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. જો કે જેની રાહ જોવાતી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત થઈ નહીં.
12 નવેમ્બરે ચૂંટણી
ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે.
વધુ વિગતો માટે જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube