નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે હિંસા બાદ મોટી કાર્યવાહી કરી છે. પર્યવેક્ષક અધિકારીઓના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચે અનેક મોટા અધિકારીઓની હકાલપટ્ટી કરી. પશ્ચિમ બંગાળના પ્રધાન સચિવને હટાવવામાં આવ્યાં. ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડ્યો. સાતમા તબક્કા માટે કોઈ પણ પ્રકારની રેલી, રોડ શો પર રોક લગાવવામાં આવી છે. આ આદેશ આવતી કાલે રાતે 10 વાગ્યા પછી લાગુ થશે. હવે ડમડમ, બરાસત, બસીરહાટ, જયનગર, મથુરપુર, જાદવપુર, ડાયમન્ડ હાર્બર, દક્ષિણ અને ઉત્તર કોલકાતામાં આવતી કાલ રાત 10 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર થઈ શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિગ્ગજ નેતાની ભવિષ્યવાણીને ટાંકીને યોગીએ કહ્યું- 'નરેન્દ્ર મોદી 25 વર્ષ સુધી PM રહેશે'


પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન હિંસાને જોતા ચૂંટણી પંચે આગામી 19મી મે સુધી ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની 9 લોકસભા બેઠકો પર તમામ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. 19મી મેના રોજ થનારા સાતમા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓની રેલીઓ, જનસભાઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂકાયો છે. 


જુઓ LIVE TV


મમતાદીદીએ 24 કલાકમાં બદલાનો એજન્ડા પૂરો કર્યો, આ વખતે બંગાળ 300થી વધુ સીટ જીતાડશે: PM મોદી


આ રીતે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પ્રચારનો સમય ઘટાડી દીધો છે. ચૂંટણી પ્રચાર 17 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ચૂંટણી પંચે કહ્યું કે  કોલકાતામાં વિદ્યાસાગરની મૂર્તિ તૂટવાનું દુ:ખ છે. આશા છે કે હિંસામાં સામેલ લોકોની પ્રશાસન જલદી ધરપકડ કરીને કાર્યવાહી  કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...