Bageshwar Dham: બાગેશ્વર ધામ વિવાદમાં રાજનેતાઓની એન્ટ્રી, કોંગ્રેસે લગાવ્યો આરોપ તો ભાજપે કર્યું સમર્થન, જાણો તમામ માહિતી
Bageshwar Dham: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં છે. કોંગ્રેસ નેતાએ તેમને પડકાર ફેંક્યો છે. નેતાએ દાવો કર્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી માત્ર પાખંડને પ્રોત્સાહન આપી રહ્યાં છે. બીજીતરફ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કર્યું છે.
નવી દિલ્હીઃ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત વિવાદમાં છે. કેમ કે નાગપુરની એક સંસ્થાએ તેમની ચમત્કારી શક્તિઓને પડકાર આપ્યો છે. સંસ્થાએ બાબાને કહ્યું કે તે પોતાની શક્તિઓને સાર્વજનિક રીતે પ્રમાણિત કરે નહીં તો તેમની સામે fir કરવામાં આવશે. તેના પછી આ વિવાદ વધ્યો છે. તમામ લોકો બાગેશ્વર સરકારના વિરોધ અને સમર્થનમાં નિવેદન આપી રહ્યા છે... ખુદ બાબા પોતે પણ પડકાર કરનારા પર આકરા પ્રહાર કરી રહ્યા છે.
બાગેશ્વર ધામના પૂજારી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે જ્યારથી ઘર વાપસીનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી આ કાવતરું ચાલુ છે. તમને લોકોનો પ્રાર્થના છે કે તમારે સક્રિય થવાનું છે. નાગપુરવાળા વિવાદ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમને કોઈ લીગલ પડકાર ફેંકવામાં આવ્યો નથી, અમે તેમને રાયપુર આવવાનું આહવાન કર્યુ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે કર્યું સમર્થન
બાગેશ્વર ધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાના આરોપો બાદ હવે રાજકીય નેતા પણ તેમના સમર્થનમાં આવી ગયા છે. મધ્ય પ્રદેશના વરિષ્ઠ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કર્યું છે. તેમણે શાસ્ત્રી પર લગાવેલા આરોપ ખોટો ગણાવ્યા અને દરગાહમાં લોકોને લાત મારવાની વાત પર પણ સવાલ કર્યો છે. તેમનું કહેવું છે કે જાવરા દરગાહ પર પણ લોકોને લાત મારવામાં આવે છે તે વિશે કોઈ વાત કરતું નથી. તેમણે કહ્યું જ્યારે એક હિન્દુ મહાત્માની વાત આવે છે ત્યારે આ પ્રકારના પ્રશ્નચિન્હ ઉઠે છે.
આ પણ વાંચોઃ કેમ અચાનક ચર્ચામાં આવ્યા યુવા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી, શું છે બાગેશ્વર ધામ, જાણો
કોંગ્રેસે સાધ્યું નિશાન
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં વિવાદોમાં ફસાયેલા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. આ સાથે જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની શક્તિઓ સાબિત કરવી પડશે.
ડો. ગોવિંદ સિંહે નિશાન સાધતા કહ્યુ કે જ્યારે બાગેશ્વર સરકાર પર આરોપ લાગ્યા તો તે ભાગી કેમ ગયા, જો તેમની પાસે ચમત્કારી શક્તિઓ છે તો તેનો પૂરાવો આપવો જોઈએ. તેમણે કહ્યું- સનાતન ધર્મમાં વિશ્વાસ કરે છે, પરંતુ પાખંડ અને ઢોંગમાં તેમને વિશ્વાસ નથી. દેશમાં હિન્દુઓ મોટી સંખ્યામાં છે. તે પણ પાખંડને સારી રીતે જાણતા નથી.
આ પણ વાંચો- Photos: કેવું હશે આપણું નવું સંસદ ભવન? અંદરની આ અદભૂત તસવીરો જુઓ
જાણો કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ 15 વર્ષની ઉંમરથી જ જાણીતો થઈ ગયો..અને ધીરુથી ધીરેન્દ્ર શાસ્ત્રી બની ગયો. મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996માં જન્મેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મૂળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા. ધીમે ધીમે ધીરેન્દ્ર કથા કરવા લાગ્યો અને તેની કથામાં લોકોને રસ પડતો. 2009માં તેણે પાડોશના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને તે જાણીતો થઈ ગયો.. તેની કથામાં હજારો લોકો આવે છે..જો કે તેણે મનની વાત જાણી લેવાના દાવા કરીને વિવાદો પણ સર્જયા છે...તેના પર ઢોંગી હોવાના આક્ષેપ પણ કરાય છે..હવે જોવું એ રહેશે કે આ મામલો ક્યાં જઈને અટકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube