કેમ અચાનક ચર્ચામાં આવ્યા યુવા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી, શું છે બાગેશ્વર ધામ, તમે પણ જાણો સમગ્ર વિવાદ
મધ્ય પ્રદેશનાં બાગેશ્વર ધામનાં કથિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હરકતો પર ફરી વિવાદ મચી ગયો છે. તેના પર ધર્મનાં નામે લોકોને ગેરમાર્ગે દોરવાનાં આક્ષેપ થઈ રહ્યા છે. જો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધને પોતાના વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકોનાં મનની વાત જાણી લેવાનો દાવો કરનાર બાઘેશ્વર સરકારના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદોમાં ઘેરાઈ ગયા છે. આ વખતે વિવાદોથી તેમનો સામનો નાગપુરમાં થયો છે. તેના પર આરોપ છે કે તે જાદૂ-ટોણાના નામે અંધવિશ્વાસ ફેલાવી રહ્યો છે...
મહારાષ્ટ્રના નાગપુરની સંસ્થા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધ વિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવતા તેમને નાગપુરના મંચ પર આવીને ચમત્કાર દેખાડવાનો પડકાર ફેંક્યો હતો. જો તે આમ ન કરી શકે તો કોર્ટમાં કેસનો સામનો કરવાની તૈયારી રાખવા પણ કહેવાયું હતું. જેની સામે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કંઈક આવો જવાબ આપ્યો..
આટલું જ નહીં ધીરેન્દ્ર શાસ્ત્રીનું એમ પણ કહેવું છે કે મેં ક્યારેય દાવો નથી કર્યો કે હું ભગવાન છું, કે હું ચમત્કાર કરું છું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની સામે કરાયેલી ફરિયાદને પણ પાયાવિહોણી ગણાવી દીધી છે. સાથે જ પોતાના વિરોધીઓને સનાતન ધર્મના વિરોધીઓ ગણાવી દીધા...
આ નિવેદન આપીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના બચાવની તૈયારી કરી લીધી છે, જો કે હવે તે વિવાદમાં ફસાઈ ચૂક્યો છે. તેના વિવાદો પર નજર કરીએ તે પહેલાં જાણી લઈએ કે આખરે આ બાગેશ્વર ધામ છે શું અને તેની સાથે ધીરેન્દ્રને શું લેવાદેવા છે. બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલું એક ધામ છે, જ્યાં આવેલું હનુમાનજીનું મંદિર સ્વયંભૂ હોવાનું જણાવાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આ જ બાગેશ્વર ધામનો પીઠાધીશ્વર બની બેઠો છે. તેના પર અંધવિશ્વાસ ફેલાવવાનો આક્ષેપ થાય છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરની સંસ્થાના સંચાલકો સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેનું કારણ એ છે કે તેને ચમત્કાર દેખાડવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો. જો તેઓ આમ કરી શકે તો 30 લાખ રૂપિયા આપવાની પણ વાત કરાઈ હતી. જો કે ધીરેન્દ્રએ આ ઓફરનો અસ્વીકાર કરતા બે દિવસ પહેલા જ કથા સમાપ્ત કરી દીધી અને એમપી પરત આવી ગયા. હવે નાગપુરની સંસ્થાએ તેના આધારે ધીરેન્દ્રની ધરપકડ કરવાની માગ કરી છે. જેને જોતાં ધીરેન્દ્ર રોષે ભરાયો છે.
જાણો કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ 15 વર્ષની ઉંમરથી જ જાણીતો થઈ ગયો..અને ધીરુથી ધીરેન્દ્ર શાસ્ત્રી બની ગયો. મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996માં જન્મેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મૂળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા. ધીમે ધીમે ધીરેન્દ્ર કથા કરવા લાગ્યો અને તેની કથામાં લોકોને રસ પડતો. 2009માં તેણે પાડોશના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને તે જાણીતો થઈ ગયો.. તેની કથામાં હજારો લોકો આવે છે..જો કે તેણે મનની વાત જાણી લેવાના દાવા કરીને વિવાદો પણ સર્જયા છે...તેના પર ઢોંગી હોવાના આક્ષેપ પણ કરાય છે..હવે જોવું એ રહેશે કે આ મામલો ક્યાં જઈને અટકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે