માસ્કનો એક ટુકડો બની શકે છે અપરાધીઓનું આઈકાર્ડ, આપશે મોટો પુરાવો
DNA: સામાન્ય રીતે માસ્ક આપણે કોરોનાથી બચવા માટે વપરાશમાં લઈએ છે. પરંતુ આ જ માસ્ક અપરાધીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. ફોરેન્સિક સાઈન્સ યુનિવર્સિટી દિલ્લીના અધ્યયનમાં આ ખુલાસો થયો છે.
Face Mask: માસ્કનો એક ટુકડો અપરાધીઓનું આઈકાર્ડ બની શકે છે. માસ્કથી મોઢું તો છુપાવી શકાય છે પરંતુ ઓળખ નથી છુપાવી શકાતી. આ ખુલાસો થયો છે દિલ્લીની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક અભ્યાસમાં. જેમાં એવું તારણ નિકળ્યું છે કે, માસ્ક તેને પહેરનારની ઓળખ છતી કરી શકે છે. આ અભ્યાસમાં માસ્ક પહેર્યું હોય તેવા 50 લોકોની ડીએનએ પ્રોફાઈલ માસ્કના ટુકડા સાથે સરખાવવામાં આવી. જેમાં સામે આવ્યું કે, 96 ટકા સુધી માસ્ક પહેરનાર શખ્સના ડીએનએ સેમ્પલ માસ્કમાંથી મળતા ડીએનએ સેમ્પલ સાથે મેચ થયા.
માસ્કથી ઓળખ છતી કરવા મામલે આ વિશેષ સંશોધન કરનાર ટીમનું કહેવું છે કે, કોરોના કાળ બાદ લોકો માસ્ક પહેરતા થયા છે. આવા કિસ્સામાં જો અપરાધના સ્થળે કોઈ માસ્ક મળી આવે તો આ માસ્ક અપરાધીને બેનકાબ કરવામાં મદદ કરી શકે છે. માસ્કમાં અને કાનમાં પહેરાતા માસ્કની પાતળી પટ્ટી પણ જો ઘટના સ્થળેથી મળી જાય તો તે અપરાધી સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. અધ્યયનમાં સાબિત થયું કે માસ્કની પટ્ટીથી પણ 70 ટકાથી લઈને 96 ટકા સુધી ડીએનએ પ્રોફાઈલ મેચ થઈ.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
અધ્યયનમાં એવો પણ ખુલાસો થયો છે કે, 37 ટકા લોકો એક માસ્કને ફેંકતા પહેલા 3 વાર તેનો ઉપયોગ કરે છે. જેટલી વધારે વાર લોકો ઉપયોગ કરે તેટલી વાર વ્યક્તિની ડીએનએ પ્રોફાઈલ મળવાની સંભાવનાઓ વધી જાય છે. આમ તો દરેક પ્રકારના માસ્કમાં વ્યક્તિની ડીએનએ પ્રોફાઈલ મળવાની સંભાવના હોય છે પરંતુ કાપડના માસ્કમાં ડીએનએ પ્રોફાઈલ મળવાની સંભાવના વધી જાય છે.
આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube