નવી દિલ્હી : પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એકવાર ફરીથી ઇન્ડિયન મુજાહિદ્દીનને બેઠુ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓનાં એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશીઓ પર છે. જેને ઇન્ડિયન મુજાહિદ્દીનમાં સમાવેશ કરીને ભારતીયો પર હૂમલો કરાવવાનું કાવત્રામાં લાગેલી છે. ગુપ્તચર એજન્સીઓને જે નવા ઇનપુટ મળ્યા છે તેમના અનુસાર 7 બાંગ્લાદેશી શંકાસ્પદ ગત્ત મહિને બાંગ્લાદેશથી પસાર થતા કાઠમાંડુ પહોંચ્યા છે. જેને આઇએસઆઇએ ત્યાંથી પોતાના સ્લીપર સેલ દ્વારા પાકિસ્તાનથી લાહોર જવાનાં પ્રયાસોમાં લાગેલા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તેને ટ્રેનિંગ આપીને પાકિસ્તાન તેનાં દ્વારા ભારત પહર હૂમલો કરી શકે છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીના અનુસાર અમને એવા ઇનપુટ મળ્યા છે કે પાકિસ્તાનની ISI બાંગ્લાદેશનાં કેટલાક આતંકવાદી સંગઠનો જેવા કે જમાત ઉલ મુજાહિદ્દીન એટલે કે જેએમબીની સાથે મળીને ભારત અને બાંગ્લાદેશની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિ કરી શકે છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઇએનાં એક રિપોર્ટ અનુસાર એવા જ શંકાસ્પદ ઇદરિસ અંગે માહિતી મળી હતી તેઓ કોલકાતામાં છુપાયા છે જે જમાન ઉલ મુજાહિદ્દીન અને ઇન્ડિયન મુજાહિદ્દીનની વચ્ચે એક મહત્વની કડી છે. એનઆઇએનાં સુત્રો અનુસાર ઇદરિસને આ ટાસ્ટ આપવામાં આવ્યો છે કે, ઇન્ડિયન મુજાહિદ્દીનનાં નેટવર્ક તે ફરીથી મજબુત કરી એજન્સીઓનાં અનુસાર ઇદરિસ આ અંગે પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓરિસ્સા સહિત અનેક રાજ્યોમાં જઇ ચુક્યો છે. અને સાથે જ અનેક વખત બાંગ્લાદેશ જઇને જેએમબીનાં અનેક આતંકવાદીઓને મળી ચુક્યા છે. 

તપાસ એજન્સીએ છેલ્લા ઘણા દિવસથી ઇદરિસને શોધી રહી છે. એજન્સીઓને શંકા છે કે 7 બાંગ્લાદેશીઓ હાલ કાઠમાંડૂમાં દેખાયા છે તેના તાર ઇદરિસ સાથે જોડાયેલા હોઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારથી ભારતીય તપાસ એજન્સીઓની પકડમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનાં સંસ્થાપક યાસીન ભટકલ આવ્યો છે. ઇન્ડિયન મુજાહિદ્દીનની તેના કારણે કમર તુટી ગઇ છે. ભારત પર મોટા હૂમલાઓ નહી કરી શકવાનાં કારણે આઇએસઆઇ ધુંધવાયેલું છે. અને એટલા માટે તેની ફરીથી નજર સિમી પર છે. 

થોડા દિવસો અગાઉ એક ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં સ્થિતી જમાત ઉલ મજુહિદ્દીનના ટેરર કેમ્પસમાં લશ્કર એ તૈયબાના આતંકવાદીઓ દેખાયા હતા. જે આઇએસઆઇનાં ઇશારે જેએમબીના આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા હતા.