નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ હવે સરકાર કાશ્મીર ખીણમાં આતંકના નેટવર્કને મૂળમાંથી નાશ કરવાના કામે લાગી છે. રક્ષા મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સેના, વાયુસેના અને નેવીની સ્પેશિયલ ફોર્સિસને એક સાથે કાશ્મીરમાં તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં જ બનેલી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ ઓપરેશન ડિવીઝન એટલે કે AFSOD હેઠળ ત્રણેય સેનાઓની સ્પેશિયલ ફોર્સિસને એક સાથે તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકાર બચાવવાની જવાબદારી, બહુમત ભેગુ કરી ઉતારશે 'કરજ'!


રક્ષા મંત્રાલયમાં તૈનાત એક અધિકારીના જણાવ્યાં મુજબ નેવી અને વાયુસેનાની સ્પેશિયલ ફોર્સિસ પહેલીવાર કાશ્મીરમાં ઓપરેશન માટે તૈનાત થઈ છે એવું નથી. પરંતુ એવું પહેલીવાર બનશે જ્યારે AFSOD હેઠળ બધી સ્પેશિયલ ફોર્સિસ એક સાથે મળીને કામ કરશે. AFSOD માં સેનાની પેરા કમાન્ડોઝ, નેવીની માર્કોઝ, અને વાયુસેનાની ગરૂડ કમાન્ડોઝની ટીમોને સામેલ કરાઈ છે. રક્ષા મંત્રાલયમાં તૈનાત એક અધિકારીના જણાવ્યાં મુજબ સ્પેશિયલ ફોર્સિસને શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓપરેશનની જવાબદારી સોંપાશે. 


અજિત પવાર બાદ હવે NCP નેતા ધનંજય મુંડેએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?


આમ જોઈએ તો વાયુસેનાના ગરૂડ કમાન્ડોઝ પહેલેથી જ કાશ્મીરના હાજિન વિસ્તારમાં તૈનાત છે. જ્યારે  MARCOS લોલાબ સહિત અનેક વિસ્તારોમાં પહેલા પણ અનેકવાર ઓપરેશન કરી ચૂકી છે. એનએસજીની એન્ટી ટેરર 51 એસએજીની ટીમ એક વર્ષથી વધારે સમયથી કાશ્મીર ખીણમાં હાજર છે. જેને હજુ સુધી ખીણમાં કોઈ પણ એન્ટી ટેરર ઓપરેશનમાં ઉપયોગમાં લેવાઈ નથી. 51 એસએજી એનએસજીની એન્ટી ટેરરની ફોર્સ છે જેના લગભગ 100 કમાન્ડો કાશ્મીરમાં તૈનાત કરાયા છે. આ કમાન્ડો પેનિટ્રેશન રડારની સાથે સાથે ઘાતક હથિયારોથી લેસ છે જેમાં લગભગ 30 સ્નાઈપર પણ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube