EXCLUSIVE:CRPF કમાંડોએ ગુમાવ્યા પગ બદલો લેવા પત્ની પણ બની કમાંડો
પોતાના પતિ સાથે થયેલી દુર્ઘટના માટે સીઆરપીએફના કોબરા કમાંડો રામદાસની પત્ની નક્સલવાદીઓ સામે જંગ લડવા માટે છત્તીસગઢના જંગલોમાં ઉતરવા માંગે છે
નવી દિલ્હી : છત્તીસગઢના કિસ્ટારામ અને પલોડીના જંગલ નક્સલવાદીઓના ગઢ તરીકે કુખ્યાત છે. આ જંગલોનું નામ સાંભળીને સારા સારા લોકોના માથેથી પરસેવો વળવા લાગે છે, પરંતુ હિમ્મત પણ જવાબ આપી જાય છે. આ વિસ્તારમાં રહેતો દરેક વ્યક્તિ ખોફમાં જીવન પસાર કરે છે. ક્યારે તેનો સામનો મોત સાથે થઇ જાય. આ બધી પરિસ્થિતી છતા એક સિંહણ એવી પણ છે કે જેણે ન માત્ર આ જંગલોમાં જવાની જીદ્દ પકડી છે પરંતુ તે નક્સલવાદીઓ સામે જઝુમવા પણ માંગે છે.
આ સિંહણ બીજી કોઇ નહી પરંતુ CRPF બટાલીયનની 208મી બટાલિયનનાં શેર કોબરા કમાન્ડો રામદાસ ભાઉની પત્ની રેણુકા છે. રેણુકાની આ જિદ પોતાના પતિ રામદાસ ભાઉની સાથે છ મહિના પહેલા થયેલા દુખદ દુર્ઘટનાના કારણે પકડી છે. રેણુકાના પતિ કમાંડો રામદાસે પોતાની બાજ જેવી નજર, ચીત્તા જેવી સ્ફુર્તી અને અચુક નિશાનેબાજીનાં કારણે સીઆરપીએફની કોબરા ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આશરે 6 મહિના પહેલા 29 નવેમ્બર, 2917નાં રોજ કોબરા કમાંડો રામદાસનાં પગ છ મહિના પહેલા થયેલા લેન્ડમાઇન બ્લાસ્ટમાં ગુમાવ્યા હતા. રાયપુરના શ્રીનગર હોસ્પિટલમાં ઓપરેશન બાદ રામદાસના બંન્ને પગ કાપવા પડ્યા હતા.
છ મહિના પહેલા થયેલા આ લેન્ડમાઇન બ્લાસ્ટે ભલે કોબરા કમાંડો રામદાસના બંન્ને પગ છીનવી લીધા પરંતુ પોતાના દ્રઢ સંકલ્પ અને આકરી મહેનતના પરિણામે એકવાર ફરીથી તેઓ કૃત્રીમ પગ વડે ઉભા થવામાં સફળ રહ્યા હતા. સીઆરપીએફનો આ સિંહ ટુંક જ સમયમાં ડ્યુટી જોઇન કરશે અને પોતાની વિદ્યા અન્ય જવાનોને શિખવી તેમને પણ કમાન્ડો બનાવવામાં મદદ કરશે.
જો કે કમાન્ડોની પત્ની પણ મજબુત ઇરાદા ધરાવતી મહિલા છે. રેણુકાએ પોતાના પતિ સાથે થયેલી દુર્ઘટના બાદ પોતે જણ આર્મી જોઇન કરવાનું વિચાર્યું સાથે સાથે પલોડીનાં જંગલોમાં જ ડ્યુટી નિભાવવાનો નિર્ણય લીધો. અનેક મુશ્કેલીઓ છતા પણ તેણે સીઆરપીએફ જોઇન કર્યું અને કોબ્રા કમાન્ડો બન્યા બાદ પલોડીના જંગલોમાં જ પોતાનું પોસ્ટુંગ લીધું.