Exclusive Interview : 23 Mayના રોજ મોદી લહેર ખબર પડશે - અરૂણ જેટલી
Zee Newsને આપેલા એક એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણી 2019માં લઘુત્તમ આવક નહીં પરંતુ મોદી જ ગેમ ચેન્જર સાબિત થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ Zee Newsના એડિટર સુધીર ચૌધરીને આપેલા એક એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2019માં લઘુત્તમ આવક નહીં, પરંતુ મોદી જ ગેમ ચેન્જર છે. જેટલીએ જણાવ્યું કે, દેશમાં ઈમાનદારીનો તહેવાર મનાવાઈ રહ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પર નિશાન સાધતા જેટલીએ જણાવ્યં કે, તે મુદ્દાવિહોણી પાર્ટી છે.
સવાલઃ શું રાહુલ ગાંધીની લઘુત્તમ આવક યોજના 2019 ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે?
જવાબઃ 1971થી માંડીને આજ સુધી કોંગ્રેસે માત્ર ગરીબી હટાવો નારા જ આપ્યા છે. માત્ર મોદી સરકારે ગરીબો માટે કામ કર્યું છે. 91 ટકા ગામડાં સડક સાથે જોડવામાં આવ્યા છે. ગરીબ પરિવારોને સિલિન્ડર આપ્યા છે. ગરીબોની સેવા માટે અમે આર્થિક વિકાસ મોડલ વિકસિત કર્યું છે. અમે મધ્યમ વર્ગનો આવકવેરો ઘટાડોય્ છે. છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ટેક્સ વધાર્યો નતી.
સવાલઃ શું મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ખેડૂતોનું દેવા માફી કરવાનું દબાણ હતું.
જવાબઃ અમને આશા હતી કે અમારી સરકારોને વોટ મલશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરાયું નથી. ખેડૂતો સાથે છેતરપીંડી આચરવામાં આવી છે.
કોંગ્રેસમાં જોડાઈ શકે છે BJPના 'શત્રુ', રાહુલ ગાંધીની યોજનાને ગણાવી માસ્ટરસ્ટ્રોક
સવાલઃ શું એવું કોઈ રાજ્ય છે જે કેન્દ્રને સહયોગ ન આપતું હોય?
જવાબઃ કેન્દ્ર સરકારને બે રાજ્ય મુખ્ય રીતે સહયોગ નથી આપી રહ્યા છે. તે છે પશ્ચિમ બંગાળ અને દિલ્હી.
સવાલઃ તમારી દૃષ્ટિએ ગેમ ચેન્જર શું છે?
જવાબઃ રીપેકેજિંગથી કશું જ થતું નથી. માત્ર એક જ વસ્તુ ગેમ ચેન્જર છે અને તે છે નરેન્દ્ર મોદી. નિર્ણય લેવાની ક્ષમતા નરેન્દ્ર મોદી પાસે છે. કોઈ અન્ય વડાપ્રધાન હોત તો એર સ્ટ્રાઈક અંગે 10 વખત વિચારતો.
લોકસભા ચૂંટણી 2019: અડવાણી પછી ભાજપના અન્ય સંસ્થાપક મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ
સવાલઃ શું બાલાકોટ અને એરસ્ટ્રાઈક ચૂંટણી મુદ્દો છે?
જવાબઃ બાલાકોટ પુલવામાનો બદલો નથી. આપણે ચુપ રહીને બેસી શકીએ નહીં. પાકિસ્તાન વારંવાર હદ પાર કરે છે. આપણે આતંકીઓના આવવાની રાહ જોઈ શકીએ નહીં.
સવાલઃ શું બાલાકોટનો ફાયદો ચૂંટણીમાં મળશે?
જવાબઃ ચૂંટણી ન હોત તો પણ ભારત તેનો જવાબ આપતું. ચૂંટણી કે પુલવામા ન હોત તો પણ બાલાકોટ થતું. સર્જિકલ સ્ટ્રાઈકના સમયે તો ચૂંટણી ન હતી.
સવાલઃ શું મોદી સરકાર પાછી આવશે?
જવાબઃ મને દેશની જનતા પર પૂરો વિશ્વાસ છે. જનતા અમારી સાથે છે.
સવાલઃ નાણામંત્રી તરીકે તમારી સૌથી મોટી ઉપલબ્ધી કોને માનો છો?
જવાબઃ અમે સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઈન કરી દીધી છે, જેના કારણે કામમાં ઝડપ આવી છે. હવે તમે ઓનલાઈન ટેક્સ ભરી શકો છો. આ દેશે 72 વર્ષ સુધી ટેક્સમાં વધારો થતો જોયો છે. અમે જીએસટી લાવ્યા છીએ.
મોદી સાથે સ્કૂટર પર ભાજપનો પ્રચાર કરતા તોગડિયા હવે પડ્યા સામે
સવાલઃ પરિવારવાદ અને વંશવાદ પર મોટા નેતાઓને તમે સંદેશો આપ્યો છે?
જવાબઃ આ જનરેશન ચેન્જ છે. પરિવર્તન તો પાર્ટીની સ્વાભાવિક પ્રક્રિયા છે. અડવાણીજી, જોશીજીએ પાર્ટીને ઊભી કરી છે.
સવાલઃ રોબર્ટ વાડ્રા અંગે શું કહેશો?
જવાબઃ કેસ કોર્ટમાં છે. આથી કોઈ મંત્રી દ્વારા તેના પર ટિપ્પણી કરવી મારી દૃષ્ટિએ ઉચિત નથી.
સવાલઃ ધારા 370 અને રામ મંદિર અંગે શું કહેશો?
જવાબઃ આ વિચારધારાનો વિષય છે, ઘોષણાપત્રનો નહીં. અમે તેના અંગે કોર્ટમાં અમારો પક્ષ રજૂ કરીશું.