મુંબઇ : બાંદ્રા (Bandra) માં એકત્ર થયેલા ટોળા મુદ્દે સૌથી પહેલા એવું કહેવાઇ રહ્યું હતું કે તેઓ ટ્રેન ચાલુ થવાની અફવા સાંભળીને આવ્યા છે, પરંતુ સુત્રો અનુસાર મુંબઇ પોલીસને અત્યાર સુધી કોઇ પણ વ્યક્તિએ એવો પુરાવો નથી મળ્યો કે જેનાથી સાબિત થઇ શકે કે આ લોકોની વચ્ચે ટ્રેન ચાલુ થવાની કોઇ અફવા અસલમાં હતી કે નહી. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, કેટલાક લોકોની અત્યાર સુધી પુછપરછાં તેમની પાસે ટ્રેન ચાલુ થવાની અફવા મુદ્દે કોઇ મેસેજ કે વ્હોટ્સએપ મેસેજ પણ નહોતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ અંગે સરકારની રણનીતિ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યાં સવાલ

આ વાત લગભગ તમામ મીડિયાએ જણાવી કે ઉત્તરપ્રદેશ અને બિહાર માટે ટ્રેન સીએસટી, દાદર અને એલટીટીથી જાય છે ન કે બાંદ્રાથી. ગુજરાત અને રાજસ્થાન માટે જનારી ટ્રેન જ બાંદ્રા ટર્મિનસથી ચાલુ થાય છે જે બાંદ્રા ટર્મિનસ (બાંદ્રા સ્ટેશન નહી )થી લગભગ 1-2 કિલોમીટર દુર છે.  આ લોકોમાં કોઇની પણ પાસે સામાન પણ નહોતો. ન તો મહિલા ન તો બાળકો સાથેનો કોઇ પરિવાર.


20 એપ્રિલથી આ વિસ્તારોને Lockdownમાં મળી શકે છે રાહત, જાણો કેવી છે સરકારની તૈયારી

આટલું જ નહી ટ્રેનમાં જો સાચે જ કોઇ અફવા હોત તો મુંબઇનાં અનેક અલગ અલગ વિસ્તારોમાંથી લોકો બાંદ્રા પહોંચ્યા હોત પરંતુ શહેરનાં લગભગ દરેક 2 કિલોમીટરમાં ચેક પોસ્ટ હોવાનાં કારણે અન્ય વિસ્તારનાં લોકો અહીં કોઇ પણ સ્થિતીમાં પહોંચી શકે તેમ નહોતા. ઘટના સ્થળ પર રહેલા પુર્વ નગર સેવક અને ધારાસભ્યએ પણ કહ્યું કે, જે લોકો એકત્ર થયા તે આસપાસની ઝુપડીઓ અને ચાલીમાં રહેતા લોકો જ હતા. તો આવામાં સવાલ થાય છે કે ટ્રેનનો કોઇ સવાલ જ નહોતો તો પછી લોકો એકત્ર કઇ રીતે થવા લાગ્યા ? 


કોરોનાકાળમાં ગરમીથી બચવા AC ચાલુ કરો છો? તો ખાસ વાંચો.... નહીં તો પસ્તાશો 
આનો જવાબ શોધવા માટે અમે લોકો બાંદ્રા સ્ટેશન પર રહેલા શાસ્ત્રી નગર પહોંચ્યાં જ્યાંની ઝુંપડીઓ અને ચાલીમા રહેતા લોકો એકત્ર થયા હતા. કેટલાક મજુરો સાથે વાતચીત કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા. તમામ મજુરોનુ માત્ર એટલું જ કહેવું હતું કે તેઓ ન તો કોઇ અફવાથી દોરવાઇને આવ્યા હતા કે ન તો કોઇ પ્રકારે તેમને કોઇ ધાર્મિક ગુરૂ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. તમામ શ્રમજીવી માત્ર અને માત્ર એટલા માટે  એકત્ર થયા હતા કે અમારુ દર્દ કોઇ સાંભળે. અમને અહીં ન તો યોગ્ય રીતે ભોજન મળી રહ્યું છે. ન તો યોગ્ય વ્યવસ્થા. જેના કારણે તેઓ પરેશાન હતા પરંતુ તંત્ર કે મીડિયા કોઇ અમારુ સાંભળવા માટે તૈયાર નહોતા. માટે અમે નક્કી કર્યું કે, બાંદ્રા એકત્ર થવું જેથી મીડિયા અને તંત્ર આપોઆપ આવશે અને અમારી વાત સાંભળશે. જો કે વિવિધ અફવાઓનાં કારણે અમારી માંગ દબાઇ ગઇ અને વાત આખી અલગ પાટા પર જ ચાલી ગઇ. કોઇ મીડિયા ધાર્મિક રીતે એકત્ર થયાનો દાવો કરે છે. કોઇ ટ્રેનની અફવાની વાત કરે છે. પરંતુ અમારૂ દર્દ આજે પણ એ જ છે અને આટલું કરવા છતા પણ અમારી વાત સાંભળવા કોઇ તૈયાર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube