નવી દિલ્હી: ભારતીય સંસ્કૃતિનું સૂત્રવાક્ય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા. એટલે કે જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. ત્યાં દેવાઓનો નિવાસ થાય છે. આપણી પરંપરા મહિલાઓનું સન્માન કરવાનું શિખવે છે. પરંતુ દુર્ભાગ્યવશ 21મી સદીના ભારતમાં પુત્રીઓ સુરક્ષિત નથી. હાથરસમાં 19 વર્ષની છોકરી સાથે ગેંગરેપની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. પીડિતા સાથે જે પ્રકારે નિર્દયતા કરવામાં આવી તેનાથી આખા દેશમાં આક્રોશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે તમને હાથરસની ઘટના સાથે જોડાયેલા 10 એક્સક્લૂસિવ વીડિયો પુરાવા બતાવીશું, જે હચમચાવી દેનાર ઘટનાને ગુનેગારોનું સત્ય દેશ સમક્ષ રાખીશું. આ વીડિયોમાં પીડિત છોકરીની માતાનું દર્દ તો પોલીસ તંત્રની સંવેદનહીન વલણ પણ. 


બીજી તરફ હાથરસ કેસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ યોગી સાથે વાતચીત કરી છે. સીએમ યોગીએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે પીએમનું કહેવું છે કે દોષીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી થવી જોઇએ. યોગી સરકારે કેસની તપાસ માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં એસઆઇટી બનાવી છે. એસઆઇટીમાં એક મહિલા અધિકારી પણ સામેલ છે. 


તમને જણાવી દઇએ કે ગત રાત્રે ગેંગરેપ પીડિત છોકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવારનો આરોપ છે કે પોલીસ જણાવ્યું કે અંતિમ સંસ્કાર કરી દીધા. યુવતી સાથે 14 સ્પટેમ્બરના રોજ ચાર લોકોએ હાથરસના એક ગામમાં ગેંગરેપ કર્યો હતો. તેને અલીગઢના જેએન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. તેની હાલત વધુ ખરાબ થયા બાદ તેને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવી, જ્યાં તેને મંગળવારે દમ તોડી દીધો. 


હાથરસ ઘટના પર ZEE NEWS ના સવાલ


પ્રશ્ન નંબર: 1
14 સપ્ટેમ્બરના રોજ FIR, ધરપકડમાં 5 દિવસ કેમ લાગ્યા?


પ્રશ્ન નંબર: 2
આરોપી સંદીપની ધરપકડ પહેલાં કેમ ન કરવામાં આવી?


પ્રશ્ન નંબર: 3
પીડિતાનું નિવેદન 22 સપ્ટેમ્બરના રોજ કેમ લખવામાં આવી?


પ્રશ્ન નંબર: 4
હાથરસ-અલીગઢ-દિલ્હી સુધી પીડિતને કઇ અવસ્થામાં રિફર કરવામાં આવી?


પ્રશ્ન નંબર: 5
હાલત કેટલી ગંભીર હતી, કઇ ઇજા કારણે પીડિતનું મોત થયું?


પ્રશ્ન નંબર: 6
ઇજા ગંભીરત તો દિલ્હી રિફર કરવામાં 14 દિવસ કેમ મોડ્યું કર્યું?


પ્રશ્ન નંબર: 7
પીડિતના રેપ નિવેદન બાદ એફએસએલના રિપોર્ટની રાહ કેમ જોવાઇ રહી છે?


પ્રશ્ન નંબર- 8
પરિવારને જણાવ્યા વિના પોલીસે કેમ અંતિમ સંસ્કાર કર્યા?


પ્રશ્ન નંબર: 9
હાથરસ કેસમાં પોલીસે વારંવાર નિવેદન કેમ બદલ્યા?


પ્રશ્ન નંબર: 10
યૂપી પોલીસ ન્યાય આપી શકશે અથવા પછી સીબીઆઇ તપાસની જરૂર છે?


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube