મત આપશો તો પેટ્રોલ પંપ પર મળશે ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો
લોકસભા ચૂંટણી માટે બહુ જલદી મતદાન શરૂ થવાનું છે. 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે. કુલ 7 તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધા પોત પોતાની રીતે વોટિંગ માટે લોકોને જાગરૂક કરવાની ફરજ બજાવી રહ્યાં છે. ચૂંટણી પંચ આ માટે તમામ પ્રકારના કેમ્પેઈન પણ ચલાવી રહ્યું છે. હવે વારો આવ્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA)નો. ડીલર્સ એસોસિએશને મતદાનના દિવસે મતદાન કરવા પર ફ્યુલના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે બહુ જલદી મતદાન શરૂ થવાનું છે. 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે. કુલ 7 તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધા પોત પોતાની રીતે વોટિંગ માટે લોકોને જાગરૂક કરવાની ફરજ બજાવી રહ્યાં છે. ચૂંટણી પંચ આ માટે તમામ પ્રકારના કેમ્પેઈન પણ ચલાવી રહ્યું છે. હવે વારો આવ્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA)નો. ડીલર્સ એસોસિએશને મતદાનના દિવસે મતદાન કરવા પર ફ્યુલના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
ભાજપના સ્થાપના દિવસે જ શત્રુઘ્ન સિન્હા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા
50 પૈસા પ્રતિ લીટર મળશે છૂટ
જો તમે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને તમારો કિંમતી મત આપશો તો પેટ્રોલ પંપ પર તમને 50 પૈસા પ્રતિ લીટરની છૂટ મળશે. ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA) તરફથી કહેવાયું છે કે અમે વોટિંગને પ્રોત્સાહન આપવા માટે અને મતદારો વચ્ચે જાગરૂકતા વધારવાના ઈરાદે 'પ્રમોટ વોટિંગ' મુહિમ શરૂ કરી રહ્યાં છીએ. આ અભિયાન હેઠળ મતદાન કરનારાઓને ફ્યુલની કિંમત પર 50 પૈસા પ્રતિ લીટરની છૂટ મળશે. આ ઓફર અભિયાનમાં ભાગ લેનારા પેટ્રોલ પંપો પર સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી આ લાભ મળશે. આ ફાયદો મેળવવા માટે તમારે તમારી આંગળી પર મતદાનનું નિશાન બતાવવું પડશે.
દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી
એક વોટરને 20 લીટર ફ્યુલ પર છૂટ
ઈકોનોમિક્સ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ AIPDAના અધ્યક્ષ અજય બંસલે કહ્યું કે એક ગ્રાહકને મતદાનના દિવસે વધુમાં વધુ 20 લીટર ફ્યુલ પર છૂટ મળી શકશે. તેમણે એમ પણ કહ્યું કે એસોસિએશનના દેશભરમાં 58000 ડીલર સભ્ય છે. જેમાંથી 90 ટકા ડીલર્સ આ અભિયાનમાં ભાગ લે તેવી આશા છે. મતદાનના દિવસે ગ્રાહકોને અપાનારી સબસિડીનો બોજ ઓઈલ કંપનીઓ નહીં પરંતુ ડીલર્સ ઉઠાવશે.
જુઓ LIVE TV