Target Killing in Kashmir: દેશમાં અત્યારે કાશ્મીરી પંડિયોની હત્યાના ઘણા કેસ સામે આવી રહ્યા છે. સમાચારો અનુસાર આતંકવાદીઓ કાશ્મીરી ક્ષેત્રની અંદર શોધી શોધીને હિંદુઓની હત્યા કરી રહ્યા છે. ગત કેટલાક વર્ષોમાં આવા ઘણા કેસોમાં તેજી જોવા મળી છે. આ દશાને જોયા બાદ ફરીથી એ જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કાશ્મીરી પંડિયો માટે કાશ્મીર સુરક્ષિત નથી? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ પ્રશ્ન તે જૂના ઇતિહાસ સાથે જોડાયેલો છે જેને દેશ પહેલાં જ જોઇ ચૂક્યો છે. 90ના દાયકામાં પણ કંઇક આવું જ થયું હતું. જ્યારે કાશ્મીરથી પંડિતોને વીણી વીણીને માર્યા અને ભગાડી દીધા હતા. તાજેતરમાં આવેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' પણ એવા જ કેટલાક તથ્યોને દર્શાવે છે.


ઉલ્લેખનીય છે કે મે મહિનામાં આતંકવાદીઓએ 7 ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. સૌથી પહેલાં આતંકવદીઓએ 12 મેના રોજ રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતને હત્યા કરી હતી. ત્યારબાદ 25 મેના રોજ આર્ટિસ્ટ અમરીન ભટ્ટને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઉપરાંત ત્રણ ઓફ ડ્યૂટી પોલીસકર્મીઓની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ હત્યાઓ સતત વધતી જાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube