ધુલે : મહારાષ્ટ્રનાં ધુલે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટ્રીમાં સિલિન્ડર ફાટવાના કારણે 13 લોકોનાં મોત નિપજ્યા. જ્યારે 58થી વધારે લોકો ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે. ઘટના સમયે કેમિકલ ફેક્ટ્રીમાં ઓછામાં ઓછા 100 લોકો કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રનાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રત્યેક મૃતક પરિવાર વાળાને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસમ NRCની ફાઇનલ યાદી: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં
પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કિલોમીટરો દુર સુધી તેનો અવાજ સંભળાયો હતો. સિલિન્ડર વિસ્ફોટના કારણે કંપનીને પણ ખુબ જ નુકસાન પહોચ્યું છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.


અમે બિનકાયદેસર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો, મુંબઇમાં લાગુ થાય NRC: શિવસેના
NRCની છેલ્લી યાદી પર કોંગ્રેસના સાંસદે કહ્યું- 'મારા પિતા બાંગ્લાદેશી હતાં, મને પણ બહાર કરો'
પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ સમયે ફેક્ટ્રીમાં 100 લોકો કામ કરી રહ્યા હતા. આ ફેક્ટ્રી શિરપુર તાલુકાનાં વઘાડી ગામમાં આવેલી છે. મળતી માહિતી અનુસાર ઘટના સવારે 09.45 વાગ્યે થઇ. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રથમદ્રષ્ટયા એવું લાગી રહ્યું છે કે અનેક સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. અત્યાર સુધી 8 લોકોનાં શબ કાઢવામાં આવી ચુક્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.