અમે બિનકાયદેસર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો, મુંબઇમાં લાગુ થાય NRC: શિવસેના

અસમમાં નેશનલ સિટિઝન રજિસ્ટર (NRC) ની અંતિમ લિસ્ટ શનિવારે આવ્યા બાદ શિવસેનાએ મુંબઇમાં એનઆરસી લાગુ કરવાની માંગ કરી છે. શિવસેનાનાં નેતા અરવિંદ સાવંતે કહ્યું કે, મુંબઇમાં પણ એનઆરસી લાગુ કરવું પડશે. તેમણે કહ્યું કે, અમે પણ બિનકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો છે.
અમે બિનકાયદેસર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો, મુંબઇમાં લાગુ થાય NRC: શિવસેના

મુંબઇ : અસમમાં નેશનલ સિટિઝન રજિસ્ટર (NRC) ની અંતિમ લિસ્ટ શનિવારે આવ્યા બાદ શિવસેનાએ મુંબઇમાં એનઆરસી લાગુ કરવાની માંગ કરી છે. શિવસેનાનાં નેતા અરવિંદ સાવંતે કહ્યું કે, મુંબઇમાં પણ એનઆરસી લાગુ કરવું પડશે. તેમણે કહ્યું કે, અમે પણ બિનકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો છે.

NRCની છેલ્લી યાદી પર કોંગ્રેસના સાંસદે કહ્યું- 'મારા પિતા બાંગ્લાદેશી હતાં, મને પણ બહાર કરો'
શિવસેના નેતા અરવિંદ સાવંતે શનિવારે કહ્યું કે, પહેલા અસમમાં સફળતા બાદ મુંબઇમાં એનઆરસી લાગુ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, એસમમાં એનઆરસી દ્વારા હવે તે ખબર પડશે કે બહારનાં કેટલા લોકો છે. એનઆરસી યાદી ઇશ્યું કરવાનો નિર્ણય સરકારનું એક સારુ પગલું છે. આ દેશની સુરક્ષા, એકતા અને અખંડિતતા માટે જરૂરી છે.

અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારના વકીલને પ્રોફેસરે આપ્યો શ્રાપ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી વાત
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વોત્તર રાજ્ય અસમમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે એનઆરસીની અંતિમ યાદી ઇશ્યું કરવામાં આવી છે. એનઆરસીનાં સ્ટેટ કો ઓર્ડિનેટર પ્રતીક હજેલાએ માહિતી આપી છે કે એનઆરસીની યાદીમાં 3.11 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યાદીમાં 19 લાખ લોકોને બહાર કરવામાં આવ્યા છે. તેમના અનુસાર આ લોકોએ પોતાનાં ક્લેમ જ આપ્યા નથી. આ લોકો હવે ફોરેન ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે.

મહારાષ્ટ્રના ધુલેમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, અત્યાર સુધી 20 લોકોના મોત, અનેક ઘાયલ 
આ ફાઇનલ યાદી થકી આશરે 40 લાખ લોકોનું ભવિષ્ય નિશ્ચિત થવાનું હતું. જો કે તેમનું નામ આ યાદીમાં નથી, તેઓ ફોરેન ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. અસમમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અસમની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યનાં અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આસામ NRCની અંતિમ યાદી બહાર પડી, 19 લાખ લોકો લિસ્ટમાંથી બાકાત
કેન્દ્ર સરકારે અસમના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે જેનું યાદીમાં નામ નથી, તેને કસ્ટડીમાં લેવામાં આવશે અને તેને પોતાની નાગરિકતા સાબિત કરવા માટેની પુરતી તક આપવામાં આવશે. જેમનું નામ લિસ્ટમાં નહી હોય તેઓ ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે. સરકારે અપીલ દાખલ કરવાની સમય સીમાં પણ 60 દિવસથી વધારીને 120 દિવસ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news