અસમ NRCની ફાઇનલ યાદી: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ફાઇનલ યાદી જાહેર થયા બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે

અસમ NRCની ફાઇનલ યાદી: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં

ગુવાહાટી : અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) ની ફાઇનલ યાદી શુક્રવારે ઇશ્યું કરી દેવામાં આવી. આ યાદીમાં 3.11 કરોડ લોકોને સ્થાન અપાયું છે. જ્યારે અસમમાં રહેતા 19.06 લાખ લોકો તેની બહાર છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ  ફાઇનલ લિસ્ટ જાહેર થયા બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું કે, એનઆરસીનાં ફાઇનલ લિસ્ટ જાહેર થતાની સાથે જ બિનકાયદેસર પ્રવાસીઓને મિથ તુટી ચુક્યા છે. શું અમિત શાહ હવે આવું જણાવશે કે તેમને આ કઇ રીતે ખબર હતી કે 40 લાખ ઘુસણખોરો છે. શું હજી પણ તેઓ પોતાનાં દાવા પર યથાવત્ત છે. 

ઓવૈસીએ કહ્યું કે, ભાજપે સબક શીખવો જોઇએ, તેમને હિંદુઓ અને મુસલમાનોના સંદર્ભમાં સમગ્ર દેશમાં એનઆરસી માટે પુછવાનું બંધ કરી દેવું જોઇએ. અસમમાં જે થઇ થયું છે, તેણે તેમને શીખવું જોઇે. બિનકાયદેસર પ્રવાસીઓને તથાકથિત મિથકનો ભાંડો ફુટ્યો છે. AIMIM પ્રમુખે કહ્યું કે, મને શંકા છે કે ભાજપ નાગરિક સંશોધન વિધેયક દ્વારા એક બિલ લાવી શકે છે જેમાં તેઓ તમામ બિન મુસ્લિમોને નાગરિકતા આપવાનાં પ્રયાસ કરી શકે છે, જે ફરીથી સમાનતાનાં અધિકારનું ઉલ્લંઘન હશે.

— ANI (@ANI) August 31, 2019

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે, અસમનાં ઘણા લોકોએ મને જણાવ્યું કે, તેમનાં માતા-પિતાનું નામ એનઆરસીની યાદીમાં છે પરંતુ તેનું નામ નથી. આવું કઇ રીતે શક્ય બને તે મને ખબર નથી પડતી. એનઆરસી હેઠળ ભારતનાં નાગરિક માતા પિતાનું સંતાન ભારતીય નાગરિક નથી એ કઇ રીતનો કાયદો અને વ્યવસ્થા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news