નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનમાં થોડા જ દિવસો બાકી છે, બીચી તરફ ફેસબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. સોમવારે સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું કે, અપ્રમાણિક વ્યવહારના કારણે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે જોડાયેલા પેજ હટાવવામાં આવ્યા છે. ફેસબુકે સંભવત પહેલીવાર આ પ્રકારની કાર્યવાહી કરી છે. જ્યારે કોઇ મોટી રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલા પેજને હટાવવામાં આવ્યા હોય. ફેસબુકે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ પેજમાં તેની પ્રકાશિત સામગ્રીનાં બદલે તેનાં અનઓથેન્ટિક બિહેવિયર એટલે કે અપ્રમાણીક માહિતીના કારણે આ પેજ હટાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્થ મુંબઈથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા ઉર્મિલા માતોંડકરે આપ્યું ગુજરાતીમાં ભાષણ


ભારતમાં વિશ્વનાં સૌથી વધારે 30 કરોડ ફેસબુક યુઝર છે. ફેસબુકે કહ્યું કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, લોકોએ ફેક એકાઉન્ટ બનાવ્યા અને અલગ અલગ ગ્રુપ્સ સાથે જોડાઇને કોન્ટેન્ટ ફેલાવ્યું અને લોકોની વચ્ચે સંપર્ક વધારવાનું કામ કર્યું. ફેસબુકે કહ્યું કે, આ ફેક પેજમાં લોકલ ન્યૂઝ ઉપરાંત મુખ્ય વિપક્ષી દળ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ કરવામાં આવતી હતી. 
#IndiakaDNA: કેમ છાશવારે મોડી પડતી હતી ટ્રેનો? પીયૂષ ગોયલે કર્યો મોટો ખુલાસો 


પાકિસ્તાની સેનાનાં 103 પેજ પણ હટાવ્યા
સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ કહ્યું કે, તેણે પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ સાથે જોડાયેલા 103 પેજ પણ હટાવવાનો નિર્ણય લીધો છે. તેનું સંચાલન પાકિસ્તાનથી જ થઇ રહ્યું હતું. સમગ્ર વિશ્વમાં અનેક ઓથોરિટીએ ફેસબુક પર રાજનીતિક લાભ ઉઠાવવા માટે નકલી માહિતી ફેલવનારા એકાઉન્ટ્સ પર એક્શન લેવા દબાણ કર્યું હતું. જેના પગલે ફેસબુકે પણ "સફાઇ અભિયાન' ની શરૂઆત કરી છે.