નોર્થ મુંબઈથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા ઉર્મિલા માતોંડકરે આપ્યું ગુજરાતીમાં ભાષણ
બોલિવૂડમાં સફળ કેરિયર બાદ હવે ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. નોર્થ મુંબઈ લોકસભા બેઠકથી ઉર્મિલા માતોંડકર ચૂંટણીના મેદાનમાં છે.
Trending Photos
નવી દિલ્હી: બોલિવૂડમાં સફળ કેરિયર બાદ હવે ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. નોર્થ મુંબઈ લોકસભા બેઠકથી ઉર્મિલા માતોંડકર ચૂંટણીના મેદાનમાં છે. આ વિસ્તારમાં મરાઠીઓની સાથે સાથે ગુજરાતીઓની પણ સારી પકક્ડ છે. આવામાં ગુજરાતી મતદારોને લલચાવવા માટે ઉર્મિલા માતોંડકરે પોતાના ભાષણમાં મરાઠીની સાથે સાથે ગુજરાતીમાં પણ સ્પીચ આપી. નોર્થ મુંબઈના બોરીવલી વિસ્તારમાં પ્રચાર માટે ઉર્મિલા માતોંડકર દરેક શેરી, ગલીમાં સભા કરી રહ્યાં છે.
ઉર્મિલાએ બોરીવલી વિસ્તારમાં ઓટોમાં સવારીની સાથે જ તેને ચલાવીને પ્રચાર કર્યો જેના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. ઉર્મિલાને કોંગ્રેસે મુંબઈ ઉત્તરથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યાં છે. તેમનો આ બેઠક માટે ભાજપના હાલના સાંસદ ગોપાલ શેટ્ટી સાથે મુકાબલો થશે.
અત્રે જણાવવાનું કે ઉર્મિલા હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ જોઈન કર્યા બાદથી જ લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. તેટલાક જો કે તેમને અભિનંદન પણ પાઠવી રહ્યાં છે. હાલમાં જ ઉર્મિલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો જેમાં તેઓ માતાના મંદિરમાં નજર આવી રહ્યાં છે. ઉર્મિલાએ આ ફોટો શેર કરતા જ લોકોએ તેમને હિન્દુ મુસલમાન હોવા પર કોમેન્ટ શરૂ કરી દીધી હતી. લોકોનું કહેવું છે કે ઉર્મિલાએ લગ્ન કરવા માટે ઈસ્લામ કબુલ કર્યો હતો અને પોતાનું નામ ઉર્મિલાથી બદલીને મરિયમ અખ્તર મીર કર્યું હતું. આવામાં જો તેઓ ઈસ્લામ કબુલ કરી ચૂક્યા હોય તો ચૂંટણી માટે મંદિરમાં જવાનો ઢોંગ ન કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે