BJP ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા ફડણવીસ, ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને તાબડતોડ બોલાવ્યા
મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકારની રચના મુદ્દે ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચે ચાલી રહેલી મડાગાંઠની વચ્ચે બુધવારે મુંબઈમાં ભાજપ(BJP)ના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadanvis) ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ પણ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
મુંબઈઃ સરકારની રચના માટે ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે બુધવારે મુંબઈમાં(Mumbai) ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના નિવર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadanvis) ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા પછી ફરી એક વખત ફડણવીસે દાવો કર્યો કે રાજ્યમાં ભાજપ-શિવસેના ગઠબંધનની જ સરકાર બનશે.
આ બાજુ ઉદ્ધવ ઠાકરોએ ચૂંટાયેલા ધારાસભ્યોની કટોકટીની બેઠક બોલાવી છે. શિવસેના ધારાસભ્યોના દળની બેઠક ગુરૂવારે પાર્ટીના વડામથક ખાતે યોજાવાની છે. બીજી તરફ ભાજપ અને શવિસેના વચ્ચે હજુ પણ ખેંચતાણ યથાવત રહી છે.
મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપમાં ખેંચતાણ, NCP કેમ કોઈને સાથ આપવા નથી માંગતી? વાંચો ઈનસાઈટ સ્ટોરી
સૂત્રો અનુસાર, ભાજપના સીનિયર નેતાઓએ નિર્ણય લીધો છે કે, જો શવિસેના 50-50 ફોર્મ્યુલા અંગે જીદ્દ પકડી રાખે છે તો શવિસેનાને મંત્રી પદનો ક્વોટા વધારી શકાય છે. જોકે, સૂત્રો અનુસાર મુખ્યમંત્રીની ખુરશી સહિત ગૃહ મંત્રાલય, નગર વિકાસ મંત્રાલય અને મહેસુલ મંત્રાલય કોઈ પણ સંજોગોમાં ભાજપ પોતાની પાસે જ રાખશે.
સૂત્રો અનુસાર શવિસેનાને ગયા વખતે આપવામાં આવેલા 12 મંત્રાલયનો ક્વોટા વધારીને 14 મંત્રી પદનો કરી શકાય છે. ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રી પદ આપવા અંગે પણ વિચારી રહ્યું છે. ભાજપે શિવસેનાને કેન્દ્રીય મંત્રીમંડળમાં એક રાજ્ય મંત્રીની પણ ઓફર આપવાનું નક્કી કરેલું છે.
જુઓ LIVE TV....