ફાનીને લઈને અનેક રાજ્યોમાં અલર્ટ જાહેર, આ હેલ્પલાઈન નંબરો પર માંગી શકો છો મદદ
ભયંકર ચક્રવાત ફાની શુક્રવારે સવારે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જેના કારણે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
નવી દિલ્હી: ભયંકર ચક્રવાત ફાની શુક્રવારે સવારે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જેના કારણે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે વરસાદ પણ છે. ફાનીને લઈને ઓડિશાના 17 જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં પણ અલર્ટ જારી છે. આ સાથે જ અનેક હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યાં છે. જેના પર ફોન કરીને તમે મદદ માંગી શકો છો.
VIDEO: પુરીમાં 'ફાની'નું તાંડવ, 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે. આ દરમિયાન તોફાનની ઝડપ 245 કિમી પ્રતિ કલાકની હાલ છે. તોફાન અગાઉ જ ઓડિશાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો અને વરસાદ પણ પડી રહ્યો હતો. IMDના અધિકારીએ જણાવ્યું કે 1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે. 1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં. લોકોને હાલ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લામાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરાઈ છે. આ સાથે જ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે