VIDEO: પુરીમાં 'ફાની'નું તાંડવ, 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
ચક્રવાત ફાની આજે સવારે લગભગ 8 કલાકે ઓડિશાના તટ પર ટકરાયું છે. પુરી સહિત અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તેના કારણે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ચક્રવાત ફાની આજે સવારે લગભગ 8 કલાકે ઓડિશાના તટ પર ટકરાયું છે. પુરી સહિત અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તેના કારણે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદ પણ ચાલુ છે. જેના કારણે પુરી અને ભુવનેશ્વરમાં અનેક સ્થળો પર ઝાડ અને વીજળીના થાંભલા ઊખડી ગયા છે.
રાજ્ય સરકારે ઓડિશામાં લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલ્યા છે. આ સાથે જ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લાઓને તોફાનને લઈને અલર્ટ કરાયા છે. તમામ શાળા કોલેજો બંધ રખાઈ છે.
આ પણ વાંચો...વાવાઝોડું 'ફેની': 223 ટ્રેન રદ્દ
હૈદરાબાદ સ્થિત હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પુરીમાં હાલ વધુમાં વધુ 240 કિમી પ્રતિ કલાકથી 245 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ સમગ્ર ઓડિશાના દરિયાકાંઠે ભારે વરસાદ પડે છે. ફાની સંપૂર્ણ રીતે ટકરાશે ત્યારબાદ તેની અસર ઓછી થઈ જશે અને તે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો તરફ ફંટાઈ જશે. ફાની પસાર થઈ ગયા બાદ રાહત અને બચાવ કાર્ય માટે વિશાખાપટ્ટનમમાં નેવીના 13 વિમાનો અલર્ટ મોડ પર છે.
જુઓ LIVE TV
ઓડિશામાં ફાની ચક્રવાત પહોંચ્યાની અસર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. વિશાખાપટ્ટનમમાં સમુદ્ર કાંઠે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ દરિયાની ઊંચી લહેરો ઊઠી રહી છે. ફાની તોફાન પસાર થયા બાદ હાલાતને પહોંચી વળવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે રાહત અને બચાવની 34 ટીમો તહેનાત કરી છે. આ ટીમો વિઝાગ, ચેન્નાઈ, પારાડિપ, ગોપાલપુર, હલ્દિયા, ફ્રેઝરગંજ અને કોલકાતામાં તહેનાત છે. જ્યારે વિઝાગ અને ચેન્નાઈમાં કોસ્ટ ગાર્ડની ચાર બોટ પણ તહેનાત કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે