નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ભારત બંધના આહ્વાન અને સતત ચાલી રહેલા આંદોલન બાદ આખરે ગૃહમંત્રી અમીત શાહે હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે આજે 13 ખેડૂત નેતાઓને સાંજે મળવા બોલાવ્યા હતા. તેમણે ખેડૂત નેતાઓ સાથે 2 કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહની સાથે કૃષિ ક્ષેત્રનાં ઉચ્ચ અધિકારીઓ અને 13 ખેડૂત નેતાઓ વચ્ચે ICAR  (Indian Council of Agricultural Research) ગેસ્ટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક પુર્ણ થયા બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર કાલે પ્રસ્તાવ સોંપશે. ગૃહમંત્રીએ લેખીતમાં પ્રસ્તાવ આપવાની વાત કરી છે. પ્રસ્તાવ અંગે ખેડૂતો વિચારણા કરશે. ખેડૂત નેતા હનન મુલાએ કહ્યું કે, સંશોધન માટે સરકાર લેખિત પ્રસ્તાવ આપશે. એટલે કે આજની બેઠક એક પ્રકારે કોઇ અર્થ હીન રહી હતી. હનન મુલ્લાએ તેમ પણ જણાવ્યું કે, કાલે સરકારની સાથે યોજાનારી છઠ્ઠા તબક્કાની બેઠક પણ નહી યોજાય

દિલ્હી ખાતેના  ICAR (Indian Council of Agricultural Research) ના ગેસ્ટ હાઉસમાં ગૃહમંત્રી અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓની વાતચીત ચાલી રહી હતી. જો કે આ મીટિંગ બાદ કોઇ પણ ખેડૂત નેતાએ કોઇ પણ ટિપ્પણી કરવાની મનાઇ કરી દીધી હતી. જો કે કાલે યોજાનારી બેઠક રદ્દ રહી છે. આના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube