નવી દિલ્હી: રસ્તાઓ પર ખેડૂતો અને સંસદમાં નેતાઓ ત્રણ બિલને લઈને હાય તોબા મચાવી રહ્યા છે. હકીકતમાં સોમવારે લોકસભામાં ત્રણ બિલ રજુ કરાયા અને મંગળવારે તેમાથી એક બિલ પાસ થઈ ગયું. બાકીના બે બિલ ગુરુવારે પાસ થયા. રસ્તાથી લઈને સંસદ સુધી કિસાન બિલ પર સંગ્રામ થઈ રહ્યો છે. કેટલાક ખેડૂતોને સરકારનું આ કૃષિ બિલ ગમ્યુ નથી. તેઓ કહે છે કે સરકારનું આ કૃષિ બિલ ખેડૂતોના હિતમાં નથી. વિપક્ષી દળોનો પણ આ જ મત છે અને તેઓ સરકારનો જબરદસ્ત વિરોધ પણ કરી રહ્યા છે. એટલે સુધી કે પીએમ મોદીએ પોતે કહેવું પડ્યું કે ભારતીય ખાદ્ય નિગમ ખેડૂતો પાસેથી અનાજની ખરીદી બંધ કરશે નહીં અને તેમને MSPનો લાભ મળતો પણ બંધ થવાનો નથી. આમ છતાં એનડીએનો સાથી પક્ષ અકાલી દળ હજુ પણ નારાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ બિલ : PM મોદીએ કહ્યું-'આ બિલ ખેડૂતો માટે રક્ષાકવચ, MSPનો લાભ મળતો રહેશે'


હવે વિચારવા જેવી વાત એ છે કે જે અકાલી દળ આ બિલો પર ભાજપની સાથે હતું આજે આવું વર્તન કેમ કરે છે? એટલે સુધી કે પંજાબમાં જૂન મહિનામાં બહાર પડેલા વટહુકમનો પણ તેણે બચાવ કર્યો હતો. હવે આખરે એવું તે શું થઈ ગયું કે અકાલી દળના તેવર બદલાઈ ગયા. પાર્ટીએ માત્ર બિલોનો વિરોધ કર્યો એવું નથી. પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલના પત્ની હરસિમરત કૌર બાદલે તો મોદી કેબિનેટમાંથી રાજીનામું પણ આપી દીધુ. 


વિરોધ એટલો વધી ગયો કે હરસિમરત કૌરે મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મેં કેન્દ્રીય મંત્રી પદથી ખેડૂત વિરોધી વટહુકમો અને બિલો વિરુદ્ધ રાજીનામું આપ્યું છે. ખેડૂતની પુત્રી અને બહેન તરીકે તેમની સાથે રહેવાનો ગર્વ છે. આ ઘટનાક્રમો બાદ સવાલ એ થાય છે કે અકાલી દળને આ બિલો પર સમસ્યા હતી તો તેમણે પહેલા તેનો વિરોધ કેમ ન કર્યો. 


આખરે કૃષિ બિલ અંગે ખેડૂતો કેમ આટલા ચિંતાતૂર છે? સાથે જાણો સરકારના તર્ક અને જવાબ


આ છે તે 3 બિલ જેના પર મચ્યો છે હોબાળો
જે ત્રણ બિલો દ્વારા કૃષિ સુધારના દાવા કરવામાં આવી રહ્યાં છે તે છે ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020 Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020, ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બિલ 2020 Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020, અને ધ એસેન્શિયલ કોમોડિટિઝ (એમેડમેન્ટ) બિલ 2020 (Essential Commodities (Amendment) Bill, 2020. 


નવા કાયદાથી શું બદલાશે?


  • નવા બિલ મુજબ હવે વેપારીઓ મંડી બહારથી પણ ખેડૂતોના પાકની ખરીદી કરી શકશે. પહેલા પાકની ખરીદી ફક્ત મંડીમાં થતી હતી. 

  • કેન્દ્રએ હવે દાળ, બટાકા, ડુંગળી, અનાજ અને ખાદ્ય તેલ વગેરેને જરૂરી વસ્તુ નિયમમાંથી બહાર કરીને તેની સ્ટોક મર્યાદા ખતમ કરી દીધી છે. 

  • આ ઉપરાંત કેન્દ્રએ કોન્ટ્રાક્ટ ફોર્મિંગને પણ પ્રોત્સાહન આપવા પર કામ શરૂ કર્યું છે. 


કૃષિ બિલો પર વિપક્ષી દળોના તર્ક એવા છે કે આ બિલ MSP પદ્ધતિને નબળી બનાવશે અને મોટી કંપનીઓ ખેડૂતોના શોષણ માટે સ્વતંત્ર  બની જશે. જ્યારે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોપમરે આ બિલોને પરિવર્તનકારી અને ખેડૂતોના હિતમાં ગણાવતા કહ્યું કે ખેડૂતો માટે MSPનો લાભ ચાલુ રહેશે. 


હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું, નરેન્દ્ર સિંહ તોમર સંભાળશે તેમના મંત્રાલયનો ચાર્જ


શું આ NDAમાં ફૂટની શરૂઆત છે?
ભાજપનો સાથ આપનારી પાર્ટી અંગે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તે આ મુદ્દે ભાજપની વિરુદ્ધમાં જશે. આ આંદોલનથી અકાલી દળને નવી તાકાત મળી શકે છે. હવે સવાલ એ ઉઠે છે કે શું હરસિમરત કૌરનું રાજીનામું ખેડૂત બિલના મુદ્દે NDAમાં તિરાડની શરૂઆત છે. જો કે હજુ સુધી આ વિશે કઈ સ્પષ્ટ નથી કે અકાલી દળ મોદી સરકારને ટેકો આપવાનું ચાલુ રાખશે કે પછી પાછો ખેંચશે. પીએમ મોદીએ ખેડૂત બિલ પર ટ્વીટ કરીને કહ્યું હતું કે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલોનું પાસ થવું એ દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ બિલો યોગ્ય અર્થમાં ખેડૂતોને વચેટિયાઓ અને તમામ વિધ્નોથી મુક્ત કરશે. 


ખેડૂતો કેમ કરે છે વિરોધ
વિરોધનું અસલ કારણ છે MSP. હવે તેને વિસ્તારથી સમજીએ. પહેલુ બિલ છે જરૂરી વસ્તુ (સંશોધન બિલ), બીજુ બિલ છે ખેડૂત ઉપજ ધંધો અને વ્યવસાય (સંવર્ધન અને સરલીકરણ) બિલ અને ત્રીજુ બિલ છે ખેડૂત (સશસ્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ. અલગ અલગ સમસ્યા છે પરંતુ એક કોમન સમસ્યા છે જે આ બિલ સામે થયેલા વિરોધનો આધાર છે તે છે ટેકાનો ભાવ એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP). ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે જેવા આ બિલ પસાર થશે કે MSP પદ્ધતિ ખતમ થવાનો રસ્તો ક્લિયર થઈ જશે અને ખેડૂતોને મોટા પૂંજીપતીઓની દયા પર છોડી દેવાશે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube