Farm Bills: કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતોનું `ભારત બંધ` 18 રાજકીય પક્ષોએ આપ્યું સમર્થન
સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા કૃષિ બિલો વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે વધુ ઉગ્ર થાય તેવી શક્યતા છે. વિભિન્ન ખેડૂતો સંગઠનોએ આજે બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે. હરિયાણા અને પંજાબમાં આ બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ ખેડૂત સંગઠનોની સાથે સાથે રાજકીય પક્ષો પણ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે.
નવી દિલ્હી: સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા કૃષિ બિલો વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે વધુ ઉગ્ર થાય તેવી શક્યતા છે. વિભિન્ન ખેડૂતો સંગઠનોએ આજે બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે. હરિયાણા અને પંજાબમાં આ બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ ખેડૂત સંગઠનોની સાથે સાથે 18 જેટલા રાજકીય પક્ષો પણ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે.
કેન્દ્ર સરકાર પર હરસિમરત કૌરનું નિશાન, કહ્યું- પહેલા હાથ જોડ્યા, હવે દિલ્હીની દીવાલ હલાવીશું
પંજાબ હરિયાણામાં 'ટોટલ શટડાઉન'
કૃષિ બિલોનો સૌથી વધુ વિરોધ પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આજે 31 ખેડૂત સંગઠનોએ પંજાબ બંધનું આહ્વાન કર્યુ છે. આ બાજુ હરિયાણામાં પણ ભારતીય ખેડૂત ભારતીય કિસાન યુનિયન (એક્તા ઉગ્રહણ)ના મહાસચિવ સુખદેવ સિંહે પંજાબના દુકાનદારોને અપીલ કરી છે કે ભારત બંધ પર તેઓ દુકાનો બંધ રાખે અને ખેડૂતોનું સમર્થન કરે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પણ ખેડૂતોને તેમની લડાઈમાં સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે શુક્રવારે પ્રદેશમાં કલમ 144 ભંગની કોઈ એફઆઈઆર નોંધાશે નહીં.
મુખ્યમંત્રીએ ખેડૂત દેખાવકારોને અપીલ કરતા કહ્યું કે આંદોલન દરમિયાન કાયદા વ્યવસ્થાનો ભંગ થવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન લોકોને અસુવિધા ન થાય અને સાર્વજનિક સંપત્તિને નુકસાન ન પહોંચે તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ. હરિયાણામાં ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)એ અગાઉ જાહેરાત કરી દીધી છે કે કૃષિ બિલો વિરુદ્ધ ભારત બંધને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.
યોગી સરકારનો મોટો નિર્ણય, મહિલાઓ વિરુદ્ધ ગુનો આચરનારાઓને મળશે આવી સજા
સરકાર પણ તૈયાર
આ બાજુ હરિયાણા પ્રદેશની ભાજપની સરકારે પણ આંદોલનને ધ્યાનમાં રાખતા પ્રદેશની સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. પ્રદેશના ગૃહમંત્રી અનિલ વિજે ગૃહ વિભાગ અને પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી. તેમણે ડીજીપીને હડતાળ દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે નિર્દેશ આપ્યા છે.
બોર્ડર પર દિલ્હી પોલીસ અલર્ટ
મોટા ભાગના ખેડૂતોએ પોત પોતાના વિસ્તારોમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે અને રાજધાની દિલ્હીમાં ન જવાનો નિર્ણય લીધો છે. આમ છતાં દિલ્હીમાં પોલીસ અલર્ટ મોડ પર છે. પોલીસે સુરક્ષાને ધ્યાનમાં લઈને હરિયાણા બોર્ડર સીલ કરવાની તૈયારી કરી છે. જો કે ગુરુવારે દિલ્હી-હરિયાણા પર ટ્રાફિક સામાન્ય હતો. ખેડૂત સમૂહોએ આહ્વાન કર્યુ ચે કે તેઓ આજે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચક્કાજામ કરશે.
ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ
એસપીએ આપ્યું ખેડૂતોને સમર્થન
યુપીમાં સમાજવાદી પાર્ટી પણ ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. પાર્ટી એ કૃષિ બિલો વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યુ છે. કહ્યું છે કે તે દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન આયોજિત કરશે અને જિલ્લાધિકારીઓના માધ્યમથી રાજ્યપાલને મેમોરેન્ડમ સોંપશે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે કૃષિ બિલોને હાનિકારક ગણાવતા કહ્યું કે તે ખેડૂતો અને મજૂરોના હિતોને ચોટ પહોંચાડે છે.
રેલ રોકો આંદોલન, અનેક ટ્રેનો રદ
આ બધા વચ્ચે ખેડૂતોના રેલ રોકો આંદોલનને જોતા અનેક ટ્રેનોને ગુરુવારે રદ કરવામાં આવી હતી. એક રેલ અધિકારીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું હતું કે ફિરોઝપુર રેલવે ડિવિઝને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને 26 સપ્ટેમ્બર સુધી વિશેષ ટ્રેનોની અવરજવર સ્થગિત કરી છે. જે ટ્રેનોને સસ્પેન્ડ કરાઈ છે તેમાં સ્વર્ણ મંદિર મેલ (અમૃતર-મુંબઈ સેન્ટ્રલ), જન શતાબ્દી એક્સપ્રેસ (હરિદ્વાર-અમૃતસર), નવી દિલ્હી-જમ્મુ તાવી, સચખંડ એક્સપ્રેસ (નાંદેડ-અમૃતસર), શહીદ એક્સપ્રેસ (અમૃતસર-જયનગર) સામેલ છે. ભારતીય કિસાન યુનિયનના કાર્યકરોએ બરનાલા અને સંગરૂર શહેરોમાં રેલના પાટાઓ પર ગુરુવારે ધરણા ધર્યા હતાં.
લદાખ સરહદે તણાવના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube