ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ

રાજ્યસભામાં મોદી સરકારે આપેલી જાણકારી મુજબ પર્યટનપ્રેમીઓ હવે ખુશખુશાલ થઈ જાઓ. સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારતીય નાગરિકો માટે દુનિયાના 16 દેશોમાં વિઝા ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ છે. 

ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ

નવી દિલ્હી: રાજ્યસભામાં મોદી સરકારે આપેલી જાણકારી મુજબ પર્યટનપ્રેમીઓ હવે ખુશખુશાલ થઈ જાઓ. સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારતીય નાગરિકો માટે દુનિયાના 16 દેશોમાં વિઝા ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ છે. 

16 દેશોમાં વિઝા ફ્રી વિઝિટ
આ 16 દેશો કે જેની જાણકારી હાલમાં જ સંસદમાં આપવામાં આવી તે ભારતીયો માટે વિઝા ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ  કરાવે છે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આદેશોએ દુનિયાના દરેક દેશ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવી નથી. જે દેશોની મુસાફરી કરવા માટે પાસપોર્ટધારક ભારતીયોને વિઝાની જરૂર નથી તેમાં નેપાળ, માલદીવ, ભૂટાન, અને મોરેશિયસ જેવા દેશો સામેલ છે. 

Parineeti Chopra turns water baby in Maldives, shares breathtaking pics |  People News | Zee News

આ 16 દેશોમાં બિન્દાસ ફરો
કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને સદનમાં આ મહત્વપૂર્ણ પર્યટન સંબંધી જાણકારી આપી હતી. વિદેશ રાજ્યમંત્રીના જણાવ્યા મુજબ જે 16 દેશોમાં ભારતીયો માટે વિઝાની જરૂર નથી તેમાં હોંગકોંગ SAR, ભૂટાન, ડોમિનિકા, બારબાડોસ, ગ્રેનેડાઈન્સ, માલદીવ, મોરેશિયસ, મોન્ટસેરાટ, સર્બિયા, ગ્રેનાડા, નેપાળ, હૈતી, નીયૂ દ્વિપ, સમોઆ, સેનેગલ, ટ્રિનિદાદ, અને ટોબેગો તથા સેન્ટ વિન્સેટ સામેલ છે. 

Maldives News in Tamil, Latest Maldives news, photos, videos | Zee News  Tamil

વિઝા ઓન અરાઈવલ સુવિધા પણ છે
વિદેશ રાજ્યમંત્રીએ આ જાણકારી રાજ્યસભામાં એક લેખિત જવાબના માધ્યમથી આપી. આ જાણકારીમાં તેમણે સદનને જણાવ્યું કે દુનિયાના 16 વિઝા ફ્રી દેશો ઉપરાંત 43 અન્ય દેશો એવા પણ છે જે ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલ સુવિધા આપે છે. એટલું જ નહીં મુરલીધરને 36 એવા દેશોની પણ જાણકારી આપી કે જ્યાં સાધારણ પાસપોર્ટધારક ભારતીયો માટે ઈ-વિઝાની પણ સુવિધા ઉપલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news