નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi)  તરફથી ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત થયા બાદ આજે દિલ્હીની સિંઘુ બોર્ડર (Singhu Border) પર સંયુક્ત કિસાન મોરચા (SKM) ની બેઠક યોજાઈ. જેમાં ખેડૂતોએ અનેક મોટા નિર્ણય લીધા. ખેડૂતોનું કહેવું છે કે પ્રધાનમંત્રીના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે પરંતુ હજુ અનેક માગણીઓ પૂરી થવાની બાકી છે. તેઓ પોતાની માગણીઓ માટે પીએમ મોદીને પત્ર લખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત કિસાન મોરચાએ શું કહ્યું?
ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે પીએમ મોદીએ કાયદા પાછા ખેંચ્યા બાદ આજે ચર્ચા થઈ. જે પ્રોગ્રામ પહેલેથી નક્કી છે તે થશે. કોઈ ફેરફાર નથી. 29 નવેમ્બરથી સંસદ સુધી માર્ચનો કાર્યક્રમ હશે. પીએમ મોદીને ખુલ્લો પત્ર લખશે. જેમાં MSP ની કમિટી અને પરાલીવાળા કાયદા પર વાત થશે. લખીમપુર ખીરીની ઘટનામાં આરોપી મંત્રીને પદ પરથી હટાવવા અંગે પણ લખશે. 27 નવેમ્બરે સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠક થશે. ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા કેસ પાછા લેવા ઉપર પણ પીએમ મોદીને પત્ર લખશે. 


Ajab Gajab News: આ મંદિરમાં ભક્તો ભગવાનને લખે છે વિચિત્ર પત્ર, કારણ છે આશ્ચર્યજનક


ખેડૂત આંદોલન પર રાજકારણ
અત્રે જણાવવાનું કે ખેડૂતોના મુદ્દે ખુબ રાજકારણ ખેલાઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા સચિન પાઈલટે કહ્યું કે ઈતિહાસમાં લખાશે. પ્રધાનમંત્રીએ માફી માંગીને કાયદા પાછા ખેંચ્યા. પરંતુ જે નુકસાન થયું તેની ભરપાઈ કોણ કરશે? આવનારી ચૂંટણીમાં ભાજપે જવાબ આપવો પડશે. 


આ છે વિશ્વની સૌથી સલામત જગ્યા! આજ સુધી અહીં કોરોના વાયરસ નથી પહોંચ્યો, જાણો શું છે તેની પાછળનું કારણ


SKM એ કરી આ અપીલ
સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે બધી માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલતું રહેશે. 22 નવેમ્બરના રોજ લખનૌ કિસાન મહાપંચાયતને સફળ બનાવો. 29 નવેમ્બરથી શરૂ થનાર સંસદ સુધી ટ્રેક્ટર માર્ચના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરાયો નથી. 


નોંધનીય છે કે સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે જ્યાં સુધી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ખેડૂતો આંદોલન ચાલુ રાખશે. ત્રણેય કાયદા પાછા લઈને સરકાર ખેડૂતોના બાકી માગણીઓ પર વાત કરવાથી બચવા માંગે છે પરંતુ ખેડૂતો માનવાના નથી. બાકી મુદ્દાઓ ઉપર પણ વાત કરવી પડશે. અમને એમએસપી ગેરંટી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube