Ajab Gajab News: આ મંદિરમાં ભક્તો ભગવાનને લખે છે વિચિત્ર પત્ર, કારણ છે આશ્ચર્યજનક

કર્ણાટક  (Karnataka) રાજ્યમાં એક એવું મંદિર છે જ્યાં લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાનને પત્ર લખે છે. આ પ્રાચી મંદિર હાસન જિલ્લામાં આવેલું છે. આ મંદિરનું નામ હસનામ્બા (Hasanamba Temple) છે. આ મંદિર તેના ચમત્કારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

મંદિરમાં દર વર્ષે યોજાય છે મેળો

1/5
image

મંદિરમાં દર વર્ષે 'હસનંબા મહોત્સવ' યોજાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિર પહોંચે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પત્ર લખે છે. આ વર્ષે ભક્તોએ ભગવાનને લખેલા ઘણા પત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.  

વર્ષમાં માત્ર એક વખત ખુલે છે મંદિર

2/5
image

જણાવી દઈએ કે આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે અને તે પણ એક અઠવાડિયા માટે. એક અઠવાડિયા ફરી પાછા આ મંદિરના દ્વાર એક વર્ષ માટે બંધ થઈ જાય છે. આ મંદિર દર વર્ષે દિવાળી દરમિયાન એક સપ્તાહ સુધી ખોલવામાં આવે છે. આ વર્ષે મંદિર 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું.

આ મંદિરનું નિર્માણ હોયસાલા વંશ દરમિયાન થયું હતું

3/5
image

અહીંના લોકોનું માનવું છે કે હસનામ્બા મંદિરનું નિર્માણ હોયસલા વંશની આસ-પાસ થયું હતું. જો કે, આ મંદિરના નિર્માણ અને તેના ઈતિહાસ વિશે કોઈ દસ્તાવેજી પુરાવા નથી.  તમને જણાવી દઈએ કે હોયસલા વંશના શાસન દરમિયાન હસન કર્ણાટકનું સૌથી મોટું શહેર હતું.  

પ્રમુખ દેવતાની પૂજા કરવામાં આવે છે

4/5
image

હસનામ્બા મંદિરમાં પ્રમુખ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં આવીને ભક્તો ભગવાનને પત્ર લખીને પ્રાર્થના કરે છે. આવા ઘણા પત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, એક પત્રમાં એક ભક્તે પરીક્ષામાં પોતાના માટે 90 ટકા માર્ક્સ માંગ્યા હતા.

પુત્ર માટે સુંદર પત્નીની કરી હતી માગ

5/5
image

ત્રમાં એક ભક્તે પોતાના પુત્ર માટે સુંદર પત્નીની માંગણી કરી હતી. તે જ સમયે, એક ભક્તે ભગવાન પાસે પત્ર લખીને માંગ કરી હતી કે તેના ઘરની નજીકનો રસ્તો રીપેર કરવામાં આવે. જ્યારે એક ભક્તે લખ્યું હતું કે જો તેની ઈચ્છા પૂરી થશે તો તે 5000 રૂપિયા ચઢાવશે.