નવી દિલ્હી: કેન્દ્રમાં ભાજપ (BJP) ના નેતૃત્વવાળી એનડીએ સરકારે ખેડૂત આંદોલન (Farmers Protest) પર વિપક્ષના બેવડા ચરિત્રનો આરોપ લગાવીને આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો બેવડું વલણ અપનાવી રહ્યા છે. એક સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર APMC એક્ટમાં  ફેરફારની માગણી કરી રહી હતી અને હવે તે જ કોંગ્રેસ ખેડૂત આંદોલનનું સમર્થન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલ Singhu border પર ખેડૂતોને મળ્યા, કહ્યું- 'હું CM નથી, તમારો સેવાદાર છું'


ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂતોની જમીન નવા કાયદામાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ કાયદો ખેડૂતોને સગવડો આપે છે અને ભરોસો કરે છે. ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બેવડા ચરિત્ર અને બેવડું વલણ વિરોધી પક્ષો અપનાવી રહ્યા છે. 


Farmer Protest: પગપાળા કન્નોજ જવા નીકળી પડેલા અખિલેશ યાદવની અટકાયત


કેજરીવાલ ઉપર પણ આકરા પ્રહારો
પ્રસાદે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકારે 23 નવેમ્બર 2020ના રોજ નવા કાયદાને નોટિફાય કરીને દિલ્હીમાં લાગુ કરી દીધો છે. અહીં તમે વિરોધ કરી રહ્યા છો અને ત્યાં તમે ગેજેટ બહાર પાડો છો. આ બેવડું ચરિત્ર બતાવે છે. 


પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજનીતિક લોકો અમારા મંચ પર ન આવે. અમે તેમની આ ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ આ બધા કૂદી રહ્યા છે. કારણ કે તેમને ભાજપ અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે વધુ એક તક મળી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube