ગાઝિયાબાદ: દિલ્હી-ઉત્તર પ્રદેશ વચ્ચે સ્થિત ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) એક કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. અહીં હજારો ખેડૂતો નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શન સ્થળ પર અનેક સ્તર પર બેરિકેડ લગાવ્યા છે અને સુરક્ષાદળોની ભારે તૈનાતી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર પ્રદર્શનકારીઓની સંખ્યા વધી રહી છે. ભારતીય કિસાન યુનિયનના સભ્યો અને તેમના નેતા રાકેશ ટિકૈત યુપી ગેટ પર નવેમ્બરથી ડટેલા છે. આંદોલનને જોતા PAC અને RAF સહિત સેંકડો સુરક્ષાકર્મીઓને સતર્ક રાખવામાં આવ્યા છે. 


રસ્તાઓ પર લગાવવામાં આવ્યાં ખિલ્લા અને કાંટાળા તાર
સ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે અને વાહનોની તપાસ ચાલુ છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, અને રાજસ્થાન તરફથી વધુમાં વધુ ખેડૂતો પ્રદર્શનમાં સામેલ થવા આવી રહ્યા છે. પગપાળા આવતા લોકોને રોકવા માટે બેરિકેડ ઉપરાંત કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. તથા રસ્તા પર ઠેર ઠેર ખિલ્લા પણ લગાવવામાં આવ્યા છે. 


Farmers Protest: દિલ્હીની બોર્ડર પર પોલીસ વગાડે છે આ ગીત, અકળાઈને ખેડૂતોએ કહ્યું- 'બંધ કરો'


એક અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગાઝિયાબાદના જિલ્લાધિકારી અજય શંકર પાંડે અને વરિષ્ઠ પોલીસ અધિક્ષ ક કલાનિધિ નૈથાનીએ દિલ્હી-યુપી સરહદ પર ચાલુ ખેડૂત આંદોલન (Farmers Protest)  વચ્ચે ગાઝીપુર, સીમાપુરી અને દિલસાદ ગાર્ડન વિસ્તારોની મુલાકાત લીધી અને ગ્રાઉન્ડ સ્તરે સ્થિતિની સમીક્ષા કરી. 


નિવેદનમાં કહેવાયું છે કે પાંડે અને નૈથાનીએ દિલ્હી પોલીસ અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિ પર ચર્ચા કરી અને તૈયારીઓની સમીક્ષા કરી. અધિકારીઓએ જણાવ્યું કે મહાનિરીક્ષક (મેરઠ રેન્જ) પ્રવીણ કુમારે ગાઝિયાબાદની મુલાકાત લીધી, જ્યાં તેમણે યુપી ગેટ પર વિરોધી સ્થળ અને કૌશાંબી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. 


Budget 2021: તોતિંગ પગાર મેળવતા લોકોને પડશે મોટો ઝટકો!, અઢી લાખથી વધુ થયો PF તો લાગશે ટેક્સ


એક અધિકારીએ કહ્યું કે આઈજીએ સ્થાનિક પોલીસ અને વિરોધ સ્થળ પર તૈનાત પોલીસ અધિકારીઓને જરૂરી નિર્દેશ બહાર પાડ્યા છે. વાહનોની અવરજવર રોકવા માટે ફ્લાયઓવર સાથે જોડાયેલા માર્ગો પર ભારે સંખ્યામાં બેરિકેડ લગાવવામાં આવ્યાં છે. કાંટાળા તાર પણ લગાવવામાં આવ્યા છે. 


નોંધનીય છે કે ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગણીને લઈને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો બે મહિનાથી દિલ્હીની સરહદો પર ડેરા નાખીને બેઠા છે. દિલ્હી પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર બોર્ડરની મુલાકાત કરીને ત્યાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. અધિકારીઓએ આ જાણકારી આપી. ગાઝીપુર બોર્ડર નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનું નવું કેન્દ્ર બિન્દુ બની ગઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube